બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અને 'હી-મેન' તરીકે જાણીતા ધર્મેન્દ્રનું ફિલ્મી સફર જેટલો શાનદાર રહ્યો તેટલું જ તેમનું અંગત જીવન પણ ચર્ચામાં રહ્યું છે. ધર્મેન્દ્ર ભલે આજે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમનો લક્ઝરી લાઇફસ્ટાઇલ અને વાહનો પ્રત્યેનો તેમનો પ્રેમ હંમેશા યાદ કરવામાં આવશે. પોતાના કરિયરની શરૂઆત 1960માં કરનાર ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં અપાર ખ્યાતિ અને સંપત્તિ કમાવી. આજે તેમના ગેરેજમાં એકથી વધુ મોંઘી અને લક્ઝરી કારો છે જે તેમના રોયલ લાઇફસ્ટાઇલની સાક્ષી પૂરે છે.
ધર્મેન્દ્રની પહેલી કાર: 'FIAT'
ધર્મેન્દ્રએ બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત જે વર્ષે કરી તે જ વર્ષે એટલે કે 1960માં તેમણે પોતાની પહેલી કાર પણ ખરીદી હતી. ધર્મેન્દ્રએ પોતે 11 ઑક્ટોબર 2021ના રોજ તેમના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @aapkadharm પર એક વીડિયો શેર કરીને આ જાણકારી આપી હતી. પોસ્ટના કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે દોસ્તો, FIAT મારી પહેલી કાર હતી, મારી પ્યારી બચ્ચી… સ્ટ્રગલ કરનાર વ્યક્તિ માટે તે ઈશ્વરનો આશીર્વાદ હતી. ધર્મેન્દ્રએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેમણે પોતાની પહેલી ગાડી માટે માત્ર રૂ.18,000 ખર્ચ કર્યા હતા.
