દિવાળીના તહેવાર પર જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખુશખબરી છે. તહેવારોની સિઝનમાં કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ વખતે ટાટા (Tata), મારુતિ સુઝુકી (Maruti Suzuki), હ્યુન્ડાઇ (Hyundai) અને સિફ્રોન (Citroen) જેવી દિગ્ગજ કંપનીઓની ઘણી હેચબેક કારો પર કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને અન્ય ફાયદાઓ મળી રહ્યા છે. કેટલીક કારો પર તો 1 લાખ રૂપિયાથી વધુની બચત થઈ શકે છે. આવો જાણીએ આ શાનદાર ઓફર્સ વિશે.

Relief news in times of inflation

Tata Tiago EV પર 1.45 લાખ રૂપિયા સુધીની છૂટ

ઇલેક્ટ્રિક કાર ખરીદનારાઓ માટે ટાટા ટિયાગો ઇવી પર શાનદાર ઓફર મળી રહી છે. તેના જૂના એટલે કે પ્રી-ફેસલિફ્ટ સ્ટોક પર 1.45 લાખ રૂપિયા સુધીના ફાયદા આપવામાં આવી રહ્યા છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ કે સ્ક્રેપેજ બોનસ સામેલ હોઈ શકે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 7.99 લાખ રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર, બેટરી પેકના આધારે આ કાર એકવાર ચાર્જ કરવા પર 293 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.

Relief news in times of inflation

Citroen C3 અને Maruti Swift પર પણ ફાયદો

સિફ્રોન સી3 ખરીદનારાઓને દિવાળી પર 1.18 લાખ રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. તેમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે ટર્બો પેટ્રોલનો વિકલ્પ પણ મળે છે. તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત આશરે 4.99 લાખ રૂપિયા છે. બીજી તરફ, મારુતિ સ્વિફ્ટના બ્લિટ્ઝ એડિશન પર 71,000 રૂપિયા સુધીના ફાયદા મળી રહ્યા છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને એસેસરીઝ સાથે જોડાયેલી ઓફર્સ સામેલ છે. સ્વિફ્ટમાં 1.2 લીટર પેટ્રોલ એન્જિનની સાથે સીએનજી (CNG)નો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

Relief news in times of inflation

અન્ય લોકપ્રિય હેચબેક કારો પર પણ મળી રહી છે શાનદાર છૂટ

દિવાળી પર અન્ય કારો પર પણ બચત કરવાની સોનેરી તક છે. ટોયોટા ગ્લાન્ઝા (Toyota Glanza) ના જૂના મોડેલ પર 70,000 રૂપિયા સુધી, મારુતિ સેલેરિયો (Maruti Celerio) પર 67,500 રૂપિયા અને વેગન આર (Wagon R) પર 67,000 રૂપિયા સુધીના ફાયદા મળી શકે છે. હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ10 નિયોસ (Hyundai Grand i10 Nios) પર 60,000 રૂપિયા, જ્યારે ઓલ્ટો કે10 (Alto K10) પર 57,500 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. આ ઉપરાંત, હ્યુન્ડાઇ આઈ20 (Hyundai i20) અને ટાટા અલ્ટ્રોઝ (Tata Altroz) પર પણ 55,000 રૂપિયા સુધીના ઓપર્સ ઉપલબ્ધ છે.

Relief news in times of inflation

કાર ખરીદતા પહેલાં ધ્યાનમાં રાખો આ મહત્વપૂર્ણ બાબતો

ધ્યાનમાં રાખો કે તમામ ઓફર્સ દરેક ગ્રાહક અને દરેક વેરિઅન્ટ પર લાગુ થતી નથી. ઘણીવાર સંપૂર્ણ છૂટ મેળવવા માટે જૂની કાર એક્સચેન્જ કરવી પડે છે અથવા અન્ય શરતો પૂરી કરવી પડે છે. શહેર, ડીલર અને ઉપલબ્ધ સ્ટોક પ્રમાણે પણ ઓફર્સ બદલાઈ શકે છે. એટલા માટે બુકિંગ કરતા પહેલાં સંબંધિત ડીલર પાસેથી છૂટની સંપૂર્ણ માહિતી અને ફાઇનલ ઓન-રોડ કિંમત ચોક્કસપણે જાણી લેવી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો