આજના ડિજિટલ સમયમાં હવે તમને કોઈ પણ સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. જો તમારું લાઇસન્સ બની ગયું છે અને તેની હાર્ડ કોપીની રાહ જોવો છો તો હવે તમારું કામ સરળ થઈ ગયું છે. હવે તમે ઘરે બેઠા માત્ર બે મિનિટમાં તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરી શકો છો. સરકારની પરિવહન સેવાઓને ડિજિટલ બનાવવા માટે DigiLocker અને mParivahan જેવા પ્લેટફોર્મ લોંચ કર્યા છે. જ્યાંથી તમે અમુક મિનિટોમાંજ તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ડાઉનલોડ કરી શકો છો.
પરિવહન સેવા પોર્ટલ પરથી લાયસન્સ ડાઉનલોડ કરવાની રીત;
સૌપ્રથમ તમારા મોબાઈલ કે લોપટોપના બ્રાઉઝરમાં https://sarathi.parivahan.gov.in, https://sarathi.parivahan.gov.in ટાઈપ કરો. ત્યારબાદ ડાબી બાજુ જોવા મળતું Online Serviceની ટેબ પર ક્લિક કરો. હવે Driving Licence Related Services ઓપ્શન પર ક્લિક કરીને તમારું રાજ્ય પસંદ કરો. નવી વિંડો ખુલ્યા બાદ Print Driving Licence પર ક્લિક કરો. હવે Application Number અને Date of Birth દાખલ કરીને તેને Submit કરી દો. બસ આટલું કરવાથી તમને સ્ક્રીન પર તમારું લાઇસન્સ દેખાઈ જશે. તેને તમે PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી લો.
