ફેસ્ટિવ સીઝનને નવી કાર ખરીદવા માટે સૌથી શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગની કાર કંપનીઓ પોતાના મોડેલ્સ પર ભારે ડિસ્કાઉન્ટ આપે છે. આ વખતે પણ નવરાત્રિની શરૂઆતથી જ ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, મહિન્દ્રા અને હ્યુન્ડાઈ જેવી અગ્રણી કંપનીઓ શાનદાર ઓફર્સ લઈને આવી છે. ગ્રાહકો નવરાત્રિ દરમિયાન કાર ખરીદીને આકર્ષક ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.
ટાટાની કાર પર રૂ.3.35 લાખ સુધીની બમ્પર છૂટ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2026માં કંપનીની ઈલેક્ટ્રિક કાર 'Tata Curvv EV' પર રૂ.3.35 લાખ સુધી, 'Harrier EV' પર રૂ.2.75 લાખ સુધી તેમજ 'Punch EV' અને 'Tiago EV'ના જૂના મોડેલ્સ પર રૂ.1.45 લાખ સુધીના લાભ મળી રહ્યા છે. બીજી તરફ, પેટ્રોલ, ડીઝલ અને CNG કારોમાં Curvv પર રૂ.1.25 લાખ સુધી અને Nexon પર રૂ.75,000 સુધીના ફાયદા મળી શકે છે.
ડિસ્કાઉન્ટ સંબંધિત નિયમો અને શરતો
આ ઓફર્સ કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, સ્ક્રેપેજ બેનિફિટ અને રોયલ્ટી ઓફરના સ્વરૂપમાં આપવામાં આવી રહી છે. જોકે, દરેક ગ્રાહકને પૂરેપૂરું ડિસ્કાઉન્ટ મળશે નહીં. આ લાભ કારના મોડેલ, વેરિઅન્ટ, ગ્રાહકના જૂના વાહન અને ડીલરશિપની ચોક્કસ શરતો પર નિર્ભર રહેશે.
મહિન્દ્રાની પ્રીમિયમ SUVs પર ખાસ ઓફર્સ
મહિન્દ્રાની SUV અને ઈલેક્ટ્રિક કારો પર રૂ.1.50 લાખ સુધીના લાભ મળી રહ્યા છે, જેમાં Scorpio N, Thar, Scorpio Classic, XUV 3XO અને XUV400 EV જેવા પ્રખ્યાત મોડેલ્સ શામેલ છે. મહિન્દ્રા Scorpio Nના Z8L અને Z8T 4WD ઓટોમેટિક વેરિઅન્ટ પર સૌથી વધુ રૂ.1.50 લાખ સુધીનો ફાયદો મળી રહ્યો છે. Tharના જૂના 4WD મોડેલ પર રૂ.80,000 સુધીની છૂટ અને એક્સેસરીઝનો લાભ આપવામાં આવી રહ્યો છે, જ્યારે Tharના 2WD LXT વેરિઅન્ટ પર રૂ.30,000ની એક્સેસરીઝ મળી શકે છે.
મહિન્દ્રાના અન્ય મોડેલ્સ પર બચતની તક
Scorpio Classicના S11 વેરિઅન્ટ પર રૂ.45,000 અને S વેરિઅન્ટ પર રૂ.35,000 સુધીના બેનિફિટ ઉપલબ્ધ છે. મહિન્દ્રા XUV 3XOના પસંદગીના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ.60,000 સુધીનો ફાયદો થઈ શકે છે. Mahindra XUV400 EVના EL Pro વેરિઅન્ટ પર રૂ.1 લાખ સુધીની રોકડ છૂટ મળી રહી છે. આ સિવાય Bolero અને Bolero Neo પર પણ એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ઓફર્સ ઉપલબ્ધ છે.
મારુતિ સુઝુકીની પ્રીમિયમ કારો થઈ સસ્તી
મારુતિ સુઝુકીની પ્રીમિયમ કારો પર ઓક્ટોબર 2026માં ગ્રાહકોને રૂ.1.36 લાખ સુધીના ડિસ્કાઉન્ટ અને અન્ય લાભ મળી રહ્યા છે. Grand Vitaraના પેટ્રોલ સિગ્મા વેરિઅન્ટ પર રૂ.1.36 લાખ સુધી અને ડેલ્ટા વેરિઅન્ટ પર રૂ.1.26 લાખ સુધીનો ફાયદો થઈ શકે છે. તેના જેટા અને આલ્ફા પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ.1.15 લાખ સુધીના બેનિફિટ સાથે 5 વર્ષની એક્સ્ટેન્ડેડ વોરંટી પણ આપવામાં આવી રહી છે.
રૂ.1.20 લાખ સુધીના ફાયદા અને 5 વર્ષની વોરંટી
Grand Vitara સ્ટ્રોંગ હાઇબ્રિડ પર ઝીરો રોડ ટેક્સ બેનિફિટ, રૂ.1.20 લાખ સુધીના અન્ય ફાયદા અને 5 વર્ષની વોરંટી મળી શકે છે. આ સિવાય Grand Vitara CNG પર રૂ.90,000 થી રૂ.1 લાખ સુધી, XL6 પર રૂ.61,000 સુધી, Invicto પર રૂ.95,000 સુધી અને Jimny પર રૂ.35,000 સુધીના લાભ મળી રહ્યા છે. Fronx પર રૂ.15,000 થી રૂ.27,100 સુધીના ફાયદા ઉપલબ્ધ છે, જ્યારે e Vitara સાથે મફત ચાર્જર, હોમ ઇન્સ્ટોલેશન અને એક્સચેન્જ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યો છે.
હ્યુન્ડાઈની કારો પર આકર્ષક સ્કીમ્સ
હ્યુન્ડાઈ ઓક્ટોબર 2026માં પોતાની કારોની સંપૂર્ણ રેન્જ પર રૂ.1.25 લાખ સુધીના ડિસ્કાઉન્ટ અને અન્ય ફાયદા આપી રહી છે. જેમાં કેશ ડિસ્કાઉન્ટ, નવરાત્રિ બુકિંગ બોનસ, એક્સચેન્જ કે સ્ક્રેપેજ બેનિફિટ, અપગ્રેડ બોનસ અને કોર્પોરેટ અથવા સરકારી કર્મચારીઓ માટે ખાસ ઓફર્સ શામેલ છે. આ ઉપરાંત, 2025 મોડેલ યર (MY2025)ની પસંદગીની જૂની સ્ટોક વાળી કારો પર રૂ.20,000 સુધીના વધારાના લાભ પણ મળી શકે છે.
હોન્ડા કાર્સ પર રૂ.2.35 લાખ સુધીની છૂટ
હોન્ડા પોતાની કારો પર રૂ.2.35 લાખ સુધીના ડિસ્કાઉન્ટ અને અન્ય બેનિફિટ્સ આપી રહી છે. કંપનીની SUV Honda Elevateના જૂના મોડેલ પર સૌથી વધુ રૂ.2.35 લાખ સુધીનો ફાયદો મળી રહ્યો છે, જેમાં રૂ.50,000 સુધીનું કેશ ડિસ્કાઉન્ટ શામેલ છે. Honda Cityના પેટ્રોલ વેરિઅન્ટ પર રૂ.1.71 લાખ સુધીના લાભ આપવામાં આવી રહ્યા છે, જેમાં રૂ.60,000 સુધીની રોકડ છૂટ શામેલ છે. Honda Amazeની નવી જનરેશન પર રૂ.66,800 સુધી અને જૂના મોડેલ પર રૂ.57,600 સુધીના ફાયદા મળી શકે છે. આ તમામ ઓફર્સ 31 ઓક્ટોબર 2026 સુધી માન્ય છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો