મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની ત્રણ લોકપ્રિય SUVs; થાર 3-ડોર, બોલેરો અને બોલેરો નીઓના અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા માટે તૈયાર છે. ત્રણેય SUVs તેમના એન્જિન વિકલ્પો જાળવી રાખે તેવી અપેક્ષા છે. જ્યારે સુવિધાઓ અને ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે. ચાલો આ SUVs ની કેટલીક હાઇલાઇટ્સ પર એક નજર કરીએ.
2025 મહિન્દ્રા થાર ફેસલિફ્ટ
મીડિયા રિપોર્ટ્સ મુજબ નવી થાર ફેસલિફ્ટમાં ફરીથી ડિઝાઇન કરાયેલ ફ્રન્ટ ગ્રિલ, નવા હેડલેમ્પ્સ, થોડા સુધારેલા બમ્પર્સ, નવા એલોય વ્હીલ્સ અને નવા ટેલ લેમ્પ્સ હશે. જે બધા થાર રોક્સમાંથી લેવામાં આવ્યા છે. કેબિનને થાર રોક્સમાંથી લેવામાં આવેલી ઘણી નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવશે. જેમાં એક નવું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એક મોટું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ફોન ચાર્જર અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટનો સમાવેશ થાય છે. 2025 મહિન્દ્રા થાર એ જ 152 bhp 2.0-લિટર ટર્બો પેટ્રોલ, 2.2-લિટર ટર્બો પેટ્રોલ અને 1.5-લિટર ટર્બો ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે.
