આવનારા મહિનાઓ ખૂબ જ ઇલેક્ટ્રિક હશે એવું એટલા માટે કહી શકાય કારણ કે મારુતિ ઈ-વિટારા (Maruti e-Vitara), મહિન્દ્રા XEV 9S, મહિન્દ્રા BE Rall-E અને ટાટા સીએરા EV (Tata Sierra EV) સહિત ચાર બિલકુલ નવી ઇલેક્ટ્રિક SUV રસ્તાઓ પર ઉતરવા માટે તૈયાર છે. મારુતિ સુઝુકી 2 ડિસેમ્બરના રોજ ઈ-વિટારાની કિંમતોની જાહેરાત કરશે, જ્યારે મહિન્દ્રાની EV SUV's 26 નવેમ્બર 2025ના રોજ લૉન્ચ થશે. ટાટા સીએરા EV 2026ની શરૂઆતમાં બજારમાં આવશે.
Maruti e-Vitara
ભારતમાં મારુતિ ઈ-વિટારા બે બેટરી વિકલ્પો 49kWh અને 61kWhમાં ઉપલબ્ધ હશે. સિંગલ ફ્રન્ટ-એક્સલ માઉન્ટેડ મોટર સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ થશે. જ્યારે ડ્યુઅલ મોટર, AWD સેટઅપ ફક્ત મોટા 61kWh બેટરી પેક સાથે જ ઉપલબ્ધ થશે. વાહન નિર્માતા કંપનીએ પુષ્ટિ કરી છે કે ઈ-વિટારા એક વખતના ચાર્જ પર 500 કિમીથી વધુની ડ્રાઇવિંગ રેન્જ આપશે. તેની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં લેવલ 2 ADAS, વાયરલેસ ફોન ચાર્જર, ફ્લોટિંગ ડ્યુઅલ સ્ક્રીન, ટ્વિન-સ્પોક ફ્લેટ-બૉટમ સ્ટીયરિંગ વ્હીલ, સિંગલ-ઝોન ઑટો ક્લાઇમેટ કંટ્રોલ અને અન્યનો સમાવેશ થાય છે.
Mahindra XEV 9S
મહિન્દ્રા XEV 9S, XUV700નું થ્રી-રો વાળું ઇલેક્ટ્રિક વર્ઝન છે. જેના ઘણા ડિઝાઇન એલિમેન્ટ્સ, ફીચર્સ અને કમ્પોનન્ટ્સ XEV 9e સાથે મળતા આવે છે. નવા ટીઝરથી પુષ્ટિ થાય છે કે આ 7-સીટર ઇલેક્ટ્રિક SUVમાં બોસ મોડ હશે. જેનાથી પાછળની સીટ પર બેઠેલા મુસાફરો માટે વધુ લેગરૂમ મળશે. ફીચર લિસ્ટમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, લેવલ 2 ADAS અને અન્ય ફીચર્સ શામેલ થવાની સંભાવના છે. પાવરટ્રેન સેટઅપ પણ XEV 9e માંથી લેવામાં આવી શકે છે.
Mahindra BE Rall-E
મહિન્દ્રા BE Rall-E કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUVનું પ્રોડક્શન વર્ઝન 26 નવેમ્બર 2025ના રોજ બેંગલુરુમાં એક ઇવેન્ટમાં પહેલીવાર પ્રદર્શિત થશે. તેનું અંતિમ વર્ઝન તેના કોન્સેપ્ટ મોડેલ જેવું જ રહેવાની સંભાવના છે. આ એક ઑફ-રોડિંગ માટે તૈયાર SUV હશે, જેની ડિઝાઇન BE 6 જેવી જ હશે. ટીઝર પરથી જાણવા મળે છે કે BE Rall-Eમાં સ્ટાર-પેટર્નવાળા એયરો-ઓપ્ટિમાઇઝ્ડ એલોય વ્હીલ્સ, LED લાઇટ બાર, ગોળાકાર પ્રોજેક્ટર LED હેડલેમ્પ્સ, સ્લોપિંગ રૂફલાઇન અને ઘણું બધું હશે. આ નવી મહિન્દ્રા ઇલેક્ટ્રિક SUVમાં BE 6ના પાવરટ્રેનનો ઉપયોગ થવાની અપેક્ષા છે.
Tata Sierra EV
ટાટા સીએરા EVમાં હેરિયર EVમાંથી લેવામાં આવેલા 65kWh અને 75kWh બેટરી પેક ઓપ્શન મળી શકે છે. જોકે AWD કે QWD વિકલ્પ વિશે હજી કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ આ કન્ફિગરેશન ઉચ્ચ ટ્રિમ્સ પર ઉપલબ્ધ થવાની સંભાવના છે. સીએરા EVની ડ્રાઇવિંગ રેન્જ 500 કિમીથી વધુ હોવાની અપેક્ષા છે. કેટલાક EV ડિઝાઇન એલિમેન્ટ્સને છોડીને, સીએરા EV બિલકુલ તેના ICE સમકક્ષ (પેટ્રોલ/ડીઝલ મોડેલ) જેવી જ દેખાશે. વાસ્તવમાં, ઇન્ટિરિયર અને ફીચર પેકેજમાં પણ બહુ ફેરફાર નહીં થાય.