Xpulse 210ની કિંમતમાં રૂ.14,516 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવી કિંમતો રૂ.1.62 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થાય છે. GST દરોમાં ફેરફાર બાદ Hero Xpulse 210ની કિંમતોમાં આ સુધારો થયો છે. અગાઉ બેઝ વેરિઅન્ટની કિંમત રૂ.1.76 લાખ હતી અને ટોપ વેરિઅન્ટની કિંમત રૂ.1.86 લાખ હતી. જે હવે ઘટીને અનુક્રમે રૂ.1.62 લાખ અને રૂ.1.71 લાખ થઈ ગઈ છે.
Hero Xpulse 210નું એન્જિન અને પર્ફોર્મન્સ
બાઇકને પાવર આપવા માટે 210 સીસી સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ યુનિટ 24 hp પાવર અને 20.7 Nm ટોર્ક ઉત્પન્ન કરવા માટે ટ્યુન કરેલું છે. એન્જિનને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. હાર્ડવેરની વાત કરીએ તો Hero Xpulse 210ના આગળના ભાગમાં 41 mm ટેલિસ્કોપિક ફોર્ક મળે છે. જેમાં 210 mm ટ્રાવેલ હોય છે જ્યારે પાછળના ભાગમાં એડજસ્ટેબલ મોનોશોક આપવામાં આવ્યું છે જેમાં 205 mm ટ્રાવેલ છે. બાઇકને રોકવા માટે આગળના ભાગમાં 276 mm પેટલ ડિસ્ક અને પાછળના ભાગમાં 220 mm ડિસ્ક બ્રેક મળે છે.
