રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા બ્લાસ્ટની ઘટના બાદ હ્યુન્ડાઈની પ્રીમિયમ હેચબેક કાર i20 ચર્ચામાં આવી છે. કારણ કે આ ઘટનામાં કથિત રીતે આ જ કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અહીં જાણીએ કે આ કાર ભારતમાં શા માટે આટલી લોકપ્રિય છે.
ભારતમાં i20નો 17 વર્ષનો સફર
હ્યુન્ડાઈ i20ને ભારતમાં સૌપ્રથમ વર્ષ 2008માં લૉન્ચ કરવામાં આવી હતી. આ કારે હ્યુન્ડાઈની Getz કારનું સ્થાન લીધું હતું અને કંપનીને ભારતમાં પ્રીમિયમ હેચબેક સેગમેન્ટમાં પ્રવેશ કરાવ્યો હતો. ફર્સ્ટ જનરેશનમાં i20ને નવા ફ્લુઈડિક ડિઝાઇન લૂક અને પાવરફુલ એન્જિન વિકલ્પો સાથે રજૂ કરવામાં આવી હતી. ત્યાર પછી સેકન્ડ જનરેશન 2014માં અને થર્ડ જનરેશન 2020માં લૉન્ચ કરવામાં આવી હતી. જેમાં વધુ એડવાન્સ ટેક્નોલોજી અને સ્ટાઇલિંગ જોવા મળી હતી. અત્યાર સુધીમાં ભારતમાં i20ના 13.5 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે.
