હોન્ડા કાર્સ ઈન્ડિયા ડિસેમ્બર 2025ના વર્ષના અંતની ખાસ ઑફર્સ લઈને આવી છે. કંપનીની લગભગ તમામ કારોની રેન્જ પર આકર્ષક ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, લોયલ્ટી અને કોર્પોરેટ ફાયદાઓ મળી રહ્યા છે, જે મહિનાના અંત સુધી લાગુ રહેશે.
આ કંપનીની મુખ્ય ઑફર્સ
Honda Elevate (એલિવૅટ): ટોપ મોડલ ZX (મેન્યુઅલ અને ઓટોમેટિક) પર કુલ રૂ.1.36 લાખ સુધીનો મહત્તમ લાભ મળી શકે છે. આમાં રૂ.30,000 સુધીનું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ.45,000 સુધીનો એક્સચેન્જ બોનસ અને ફ્રી LED લાઇટિંગ તેમજ 7 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પર રૂ.19,000ની છૂટનો સમાવેશ થાય છે.
આ મોડેલ પર મળશે રૂ.1.22 લાખ સુધીનો ફોયદો
Honda City (સિટી): સિટીના SV, V અને VX ઓટોમેટિક વેરિઅન્ટ્સ પર રૂ.1.22 લાખ સુધીના ફાયદાઓ આપવામાં આવી રહ્યા છે. જેમાં રૂ.80,000 સુધીનું કેશ અને એક્સચેન્જ ડિસ્કાઉન્ટ તેમજ 7 વર્ષની એક્સટેન્ડેડ વોરંટી પર રૂ.28,700ની છૂટ મુખ્ય છે. સિટી હાઇબ્રિડ પર પણ એક્સટેન્ડેડ વોરંટી પર રૂ.17,000ની છૂટ છે.
આ મોડેલ પર મળશે રૂ.30,000 સુધીનું એક્સચેન્જ બોનસ
Honda Amaze (અમેઝ): ત્રીજી જનરેશન અમેઝના ZX MT વેરિઅન્ટ પર કુલ રૂ.81,000 સુધીની છૂટ મળી રહી છે. જેમાં રૂ.30,000 રોકડ અને રૂ.30,000 એક્સચેન્જ બોનસનો સમાવેશ થાય છે. નોંધ: ઑફર્સ શહેર અને ડીલરની ઉપલબ્ધતાના આધારે બદલાઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો