આ વખતની દિવાળી દેશના ઓટો સેક્ટર માટે અત્યંત શાનદાર સાબિત થઈ રહી છે. ધનતેરસ પર ઓટોમોબાઇલ માર્કેટ ખરેખર ચમકી ઉઠ્યું છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આ ધનતેરસ પર રેકોર્ડતોડ વેચાણ નોંધાવ્યું છે. બીજી તરફ, હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પણ ગયા વર્ષે કરતાં આશરે 20 ટકાનો વધારો નોંધાવ્યો છે. આ તહેવારોનો સીઝન ભારતીય ઓટો ઉદ્યોગ માટે અત્યારસુધીનો સૌથી સુવર્ણ સમય સાબિત થઈ રહ્યો છે.
કંપનીની વેચાણ સંખ્યા 50,000 યુનિટથી વધુ પહોંચી
મળતી માહિતી પ્રમાણે મારુતિ સુઝુકીને આશા છે કે આ ધનતેરસે કંપનીની વેચાણ સંખ્યા 50,000 યુનિટથી વધુ પહોંચી જશે.માત્ર શનિવારના રોજ સાંજ સુધીમાં 38,500 કારોની ડિલિવરી થઈ ગઈ હતી. દિવસ પૂરો થવાની સાથે આ આંકડો 41,000 યુનિટ સુધી પહોંચી ગયો. બાકી રહેતી 10,000 કાર ગ્રાહકોને રવિવારે આપવી છે. કારણ કે આ વખતે ધનતેરસનો શુભ મુહૂર્ત શનિવાર બપોરે 12:18 વાગ્યાથી શરૂ થઈને રવિવાર બપોરે 1:51 વાગ્યા સુધી છે.
Maruti Suzuki નું રેકોર્ડ બ્રેક વેચાણ
ઓટો સેક્ટરમાં આ અત્યારસુધીનો સૌથી મોટો ડિલિવરી દિવસ બન્યો છે. પ્રોડક્શનની ટીમે રજાના દિવસે પણ કામ કર્યુ જેના કારણે જે બાયર્સ છે તેઓને સમયસર કાર મળી રહે. મળતી માહિતી પ્રમાણે ગયા વર્ષે ધનતેરસે 41,500 યુનિટ્સનુ વેચાણ થયુ હતુ, આ વર્ષે આ આંકડો તેનો પણ રેકોર્ડ તોડશે. GST 2.0ના સુધારાઓના કારણે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળે છે અને ઘણી જગ્યાએ તાત્કાલિક ડિલિવરી આપવી મુશ્કેલ બની રહી છે.
Hyundai ની પણ ધમાકેદાર વૃદ્ધિ
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના વેચાણમાં થયેલી જબરદસ્ત વૃદ્ધિની થઇ છે. જેમાં કંપનીને આ ધનતેરસે આશરે 14,000 યુનિટ્સની ડિલિવરીની અપેક્ષા છે, જે ગયા વર્ષે કરતાં 20% વધારે છે. આ તહેવારોનો માહોલ, મજબૂત માર્કેટ સેન્ટિમેન્ટ અને GST સુધારાઓને કારણે શક્ય બન્યું છે. ધનતેરસના બે દિવસ વહેંચાયેલા હોવાથી ડિલિવરી સતત ચાલી રહી છે. નવા GST સુધારાઓના પગલે 22 સપ્ટેમ્બરથી મારુતિ સુઝુકીની કારો રૂ. 1.29 લાખ સુધી સસ્તી થઈ ગઈ છે. તેમાં બ્રેઝા, ઓલ્ટો, વેગનઆર અને સ્વિફ્ટ જેવી કારોનો સમાવેશ થાય છે.હવે કંપનીની પોર્ટફોલિઓની સૌથી સસ્તી કાર S-Presso, જેને હવે માત્ર ₹3,49,900થી ખરીદી શકાય છે.