મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ હાઇબ્રિડ 2026માં ભારતીય બજારમાં લોન્ચ થવાની તૈયારીમાં છે, જે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં ડેબ્યૂ કરી શકે છે. આ SUV હાલના પરીક્ષણ દરમિયાન જોવા મળી છે. નીચે તેની મુખ્ય વિગતો આપવામાં આવી છે.મારુતિ સુઝુકીની કિંમતફ્રોન્ક્સ હાઇબ્રિડની અંદાજિત કિંમત ₹8 લાખથી ₹15 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે હોઈ શકે છે.ત્યારે આ કિંમત વર્તમાન પેટ્રોલ મોડેલ (7.59 લાખથી ₹12.95 લાખ) કરતાં ₹2 થી ₹2.5 લાખ વધુ હશે.અને તેમાં આ કિંમત મધ્યમ વર્ગના ગ્રાહકો માટે બજેટ-ફ્રેન્ડલી હોઈ શકે છે.
માઇલેજ કેટલું હશે
માઇલેજઆ કારમાં 1.2-લિટર Z12E થ્રી-સિલિન્ડર પેટ્રોલ એન્જિન સાથે મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ હશે. મારુતિ સુઝુકી હાઇબ્રિડ સેટઅપમાં પેટ્રોલ એન્જિન બેટરી ચાર્જ કરશે, જ્યારે ઇલેક્ટ્રિક મોટર વ્હીલ્સને પાવર આપશે.અંદાજિત માઇલેજ 30-35 કિમીલીટર હશે, જે પેટ્રોલ વર્ઝન (20.01-22.89 કિમી/લીટર) અને CNG વર્ઝન (28.51 કિમી/કિગ્રા) કરતાં નોંધપાત્ર રીતે વધુ છે.
સુવિધાઓ ઇન્ફોટેનમેન્ટ જોવા મળશે છે
9-ઇંચ ટચસ્ક્રીન, હેડ-અપ ડિસ્પ્લે (HUD), 360-ડિગ્રી કેમેરા, વાયરલેસ ચાર્જિંગ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, સનરૂફ.સલામતી: ટોચના મોડેલમાં લેવલ-1 ADAS, છ એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), EBD સાથે ABS, ESP, હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સમાવેશ થઈ શકે છે.
મારુતિ હંમેશા તેના સલામતી પેકેજને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફ્રોન્ક્સ હાઇબ્રિડ વર્તમાન મોડેલ જેવી જ સલામતી સુવિધાઓ પ્રદાન કરશે. આમાં છ એરબેગ્સ (સ્ટાન્ડર્ડ), EBD સાથે ABS, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), હિલ હોલ્ડ આસિસ્ટ, રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ થઈ શકે છે.