ચીનની દિગ્ગજ કાર નિર્માતા કંપની BYD એ ઓટોમોબાઈલ સેક્ટરમાં નવો ઈતિહાસ રચતા ચીનમાં પોતાની બે શાનદાર SUVs, Fangchengbao Bao 5 અને Bao 8 'Flash Charging Edition' લોન્ચ કરી છે. ટેસ્લાને જોરદાર ટક્કર આપતી BYD કંપની પોતાની નવી ટેકનોલોજી માટે જાણીતી છે, પરંતુ આ નવી કારોમાં એવી સુવિધા આપવામાં આવી છે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. આ કાર કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે ઈમરજન્સીમાં માત્ર 3 વ્હીલ પર પણ રસ્તા પર સરળતાથી દોડી શકે છે.

એડવાન્સ સસ્પેન્શન અને સુપર ફાસ્ટ ચાર્જિંગ

આ પ્રીમિયમ SUVs માં કંપનીએ અદભુત Disus P Ultra Suspension ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. આ એડવાન્સ સિસ્ટમ કોઈ જેક વગર ગાડીના કોઈપણ એક વ્હીલને હવામાં આશરે 3 મિનિટ સુધી અધ્ધર રાખી શકે છે. જો મુસાફરી દરમિયાન અચાનક ટાયર ફાટી જાય અથવા કાર ખરાબ રસ્તા પર ફસાઈ જાય, ત્યારે આ ફીચર કારને સુરક્ષિત આગળ વધારે છે. આ સાથે જ, કારમાં 1000V DC Flash Charging સિસ્ટમ મળે છે, જે સ્માર્ટફોનની જેમ કારને માત્ર 5 મિનિટમાં 10% થી 70% સુધી સુપર-ફાસ્ટ ચાર્જ કરી દે છે, જ્યારે 9 મિનિટમાં બેટરી 97% ફૂલ થઈ જાય છે.

કિંમત, દમદાર બેટરી અને 1,380 કિમીની રેન્જ

આ બંને કારો હાઇબ્રિડ છે, જે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને મોડ પર ચાલે છે. કિંમતની વાત કરીએ તો ચીનમાં Bao 5 ની શરૂઆતી કિંમત આશરે 43 લાખ રૂપિયા અને Bao 8 ની કિંમત આશરે 59 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં સેકન્ડ જનરેશન બ્લેડ બેટરી આપવામાં આવી છે, જે ફૂલ ટેન્ક ફ્યુઅલ અને ફૂલ ચાર્જ બેટરી સાથે 1,380 કિલોમીટરની અતિ લાંબી રેન્જ આપે છે. આ હાઇ-ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સપોર્ટ કરવા માટે BYડ વર્ષ 2026 ના અંત સુધીમાં ચીનમાં 20,000 સ્પેશિયલ ફ્લેશ ચાર્જર્સ સ્થાપવાની યોજના પર કામ કરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો