ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રે મોટું પગલું ઉઠાવતા પોતાની બહુપ્રતિક્ષિત e-Vitara લોન્ચ કરી છે. કંપનીએ આ કારને અત્યાધુનિક BaaS (બેટરી-એઝ-એ-સર્વિસ) મોડલ હેઠળ રજૂ કરી છે, જેના કારણે તેની શરૂઆતની કિંમત ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક બની છે.
BaaS મોડલ અને કિંમત
મારુતિએ e-Vitara ની શરૂઆતની કિંમત રૂ.10.99 લાખ (ઇન્ટ્રોડક્ટરી BaaS પ્રાઈસ) રાખી છે. આ મોડલમાં ગ્રાહકે બેટરીની આખી કિંમત ચૂકવવાની રહેતી નથી, પરંતુ વપરાશ મુજબ ₹3.99 પ્રતિ કિલોમીટરના દરે EMI આપવાના રહેશે. આનાથી કાર ખરીદવાનો પ્રારંભિક ખર્ચ ઘણો ઘટી જાય છે.
દમદાર બેટરી અને રેન્જ
આ SUV બે બેટરી વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે: 49kWh બેટરી: જે 144hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરે છે. 61kWh બેટરી: આ મોડલ 543 કિમીથી વધુની રેન્જ આપે છે અને 174bhp પાવર જનરેટ કરે છે. આ કારમાં 3-in-1 ઇલેક્ટ્રિક ડ્રાઇવ સિસ્ટમ (મોટર, ઇન્વર્ટર અને ટ્રાન્સમિશન) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પરફોર્મન્સને વધુ બહેતર બનાવે છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને ફીચર્સ
e-Vitara ને મારુતિની અત્યાર સુધીની સૌથી લક્ઝુરિયસ કાર માનવામાં આવે છે. તેમાં નીચે મુજબના હાઈ-ટેક ફીચર્સ છે: 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.1-ઇંચની ટચસ્ક્રીન. વેન્ટિલેટેડ સીટ્સ અને 10-વે ઇલેક્ટ્રિક એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ. ફિક્સ્ડ ગ્લાસ સનરૂફ અને Harman ઓડિયો સિસ્ટમ. મલ્ટી-કલર એમ્બિયન્ટ લાઈટિંગ.
આ ઇલેક્ટ્રિક SUV સુરક્ષામાં છે નં. 1
સેફ્ટી બાબતે મારુતિએ આ કારમાં કોઈ બાંધછોડ કરી નથી. તેમાં લેવલ-2 ADAS ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સામેલ છે. આ ઉપરાંત 7 એરબેગ્સ, ચારેય વ્હીલમાં ડિસ્ક બ્રેક અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા સ્ટાન્ડર્ડ ફીચર્સ છે.
આ ઇલેક્ટ્રિક SUVની બુકિંગ વિગત
ગ્રાહકો આ નવી ઇલેક્ટ્રિક SUVને રૂ.21,000 ની પ્રારંભિક રકમ ચૂકવીને NEXA શોરૂમ અથવા ઓનલાઇન બુક કરાવી શકે છે. કંપની હોમ ચાર્જર અને ઇન્સ્ટોલેશનની સુવિધા પણ ઓફર કરી રહી છે. ભારતીય બજારમાં e-Vitara નો સીધો મુકાબલો MG Windsor EV, Tata Curvv.ev અને Hyundai Creta EV સાથે થશે. હવે જોવાનું એ રહેશે કે મારુતિની આ નવી ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં કેટલો દબદબો જમાવે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો