ભારતીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી એક કારે પોતાના દમદાર લૂક, શાનદાર પરફોર્મન્સ અને સૌથી અગત્યનું, સર્વશ્રેષ્ઠ સલામતીને કારણે ગ્રાહકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. આ કાર છે ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક Tata Altroz. આ કાર ભારતમાં એવી પહેલી હેચબેક કાર છે જેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિથી આ કારને ભારતીય બજારની સૌથી વધુ સુરક્ષિત હેચબેક કારમાંથી એક બનાવે છે.
સલામતીમાં ટોચ પર છે આ હેચબેક
સલામતીના માપદંડોની વાત કરીએ તો આ કારે ગ્લોબલ NCAP ટેસ્ટમાં એડલ્ટની સુરક્ષા માટે 5 સ્ટાર અને બાળકોની સુરક્ષા માટે 3 સ્ટાર રેટિંગ મેળવ્યું છે. આ કારની મુખ્ય સુરક્ષા સુવિધાઓની વાત કરીએ તો ડ્યુઅલ એરબેગ્સ, ABS (એન્ટી-લૉક બ્રેકિંગ સિસ્ટમ), EBD (ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન), કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ અને મજબૂત બોડી સ્ટ્રક્ચર આપવામાં આવ્યું છે. કંપનીએ આ કારને તેના અદ્યતન ALFA આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. જે ક્રેશની સ્થિતિમાં મુસાફરોને અસાધારણ સુરક્ષા પ્રદાન કરે છે.
દમદાર લૂક અને પ્રીમિયમ ફીચર્સ વાળી હેચબેક
આ કારની ડિઝાઈન ખૂબ જ સ્પોર્ટી અને પ્રીમિયમ ફીલ આપે છે. તેનું ફ્રન્ટ ગ્રિલ, LED DRL હેડલાઇટ્સ અને બ્લેક રૂફ તેને આધુનિક લુક આપે છે. તેમજ આ કારનું ઇન્ટિરિયર પણ એટલું જ આકર્ષક છે. જેમાં 7-ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એન્ડ્રોઇડ ઑટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
આ હેચબેકનું એન્જિન અને પરફોર્મન્સ
Tata Altroz ત્રણ પાવરફુલ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. (1) 1.2-લિટર પેટ્રોલ એન્જિન (86 PS પાવર), (2) 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન (110 PS પાવર) અને (3) 1.5-લિટર ડીઝલ એન્જિન (90 PS પાવર). આ એન્જિન મેન્યુઅલ અને DCA (ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક) ટ્રાન્સમિશન વિકલ્પો સાથે આવે છે. આ હેચબેકનું સસ્પેન્શન અને હેન્ડલિંગ એટલું શાનદાર છે કે તે શહેરના રસ્તાઓથી લઈને હાઇવે સુધી ઉત્તમ ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.
Tata Altrozની કિંમત અને માઇલેજ
આ હેચબેકની કિંમત ભારતમાં લગભગ રૂ.6.60 લાખથી રૂ.10.80 લાખ (એક્સ-શોરૂમ)ની વચ્ચે છે. માઇલેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિઅન્ટ લગભગ 19-20 કિમી/લિટર અને ડીઝલ વેરિઅન્ટ આશરે 23 કિમી/લિટર સુધીનું માઇલેજ આપે છે. સ્ટાઇલ, સેફ્ટી અને પરફોર્મન્સનું સંયોજન ઇચ્છતા લોકો માટે આ હેચબેક એક આદર્શ પસંદગી છે. આ કાર માત્ર રસ્તાઓ પર ધૂમ નથી મચાવી રહી પરંતુ ભારતમાં કારની સલામતીના ધોરણોને પણ નવા સ્તરે લઈ જઈ રહી છે.