ઓટોમોબાઈલ માર્કેટમાં કિઆ (Kia) મોટર્સની લોકપ્રિય એસયુવી Seltos એ ફરી એકવાર ધૂમ મચાવી છે. જાન્યુઆરી 2026માં લોન્ચ થયેલી નવી નેક્સ્ટ જનરેશન કિઆ સેલ્ટોસ પર ગ્રાહકો જાણે તૂટી પડ્યા છે. લોન્ચિંગના પ્રથમ મહિને જ કંપનીએ 10,639 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેની સાથે જ આ કારના કુલ વેચાણનો આંકડો 6 લાખને પાર કરી ગયો છે.

ડીઝલ વેરિએન્ટની સૌથી વધુ ડિમાન્ડ

નવી સેલ્ટોસમાં પેટ્રોલ કરતાં ડીઝલ વેરિએન્ટની માંગ હાલમાં સૌથી વધુ જોવા મળી રહી છે. આ કારણે વેઇટિંગ પિરિયડમાં પણ વધારો થયો છે: ડીઝલ વેરિએન્ટ: આ મોડલ માટે ગ્રાહકોએ અંદાજે 8 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. પેટ્રોલ વેરિએન્ટ: ટર્બો અને નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન માટે વેઇટિંગ પિરિયડ 4 થી 5 અઠવાડિયા જેટલો છે. મનપસંદ કલર: ઇમ્પિરિયલ બ્લુ, પ્યુટર ઓલિવ અને મેગ્મા રેડ જેવા રંગોની પસંદગી કરનારા ગ્રાહકો માટે 8 અઠવાડિયાનું વેઇટિંગ છે, જ્યારે બ્લેક અને વ્હાઇટ કલર માટે 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે.

પાવરફુલ એન્જિન અને ટ્રાન્સમિશન

નવી કિઆ સેલ્ટોસ ત્રણ અલગ-અલગ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે: 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ: 115bhp પાવર (6-સ્પીડ મેન્યુઅલ/CVT). 1.5 લિટર ડીઝલ: 116bhp પાવર (6-સ્પીડ મેન્યુઅલ/ઓટોમેટિક). 1.5 લિટર ટર્બો-પેટ્રોલ: 160bhp પાવર (6-સ્પીડ iMT/7-સ્પીડ DCT).

કિંમત અને સ્પર્ધા

આ પ્રીમિયમ એસયુવીની એક્સ-શોરૂમ કિંમત રૂ.10.99 લાખથી શરૂ થઈને રૂ.19.99 લાખ સુધી જાય છે. મિડ-સાઈઝ એસયુવી સેગમેન્ટમાં આ કાર હ્યુન્ડાઈ ક્રેટા, મારુતિ ગ્રાન્ડ વિટારા, ટાટા સીએરા અને હોન્ડા એલિવેટ જેવી દિગ્ગજ કારોને સીધી ટક્કર આપી રહી છે. જો તમે પણ આ કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો ટ્રાન્સમિશન અને શહેર મુજબ વેઇટિંગ પિરિયડ અલગ હોઈ શકે છે, તેથી નજીકના ડીલરનો સંપર્ક કરવો હિતાવહ છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો