ફોર્ચ્યુનર લીડર એડિશનને મેન્યુઅલ અને ઓટોમેટિક 4x2 એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે અને 2.8 લિટર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ SUV માટે ઓક્ટોબર 2025ના બીજા અઠવાડિયામાં બુકિંગ શરૂ થવાની અપેક્ષા છે. 2025 માટે ફોર્ચ્યુનર લીડર એડિશનની ડિઝાઇનમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ટોયોટાએ આગળના અને પાછળના ભાગોને નવા સ્પોઇલર્સ ફરીથી ડિઝાઇન કરેલી ગ્રિલ અને ક્રોમ ગાર્નિશ સાથે અપડેટ કર્યા છે. ડ્યુઅલ-ટોન બ્લેક રૂફ તેને સ્ટાન્ડર્ડ ફોર્ચ્યુનરથી અલગ પાડે છે અને ગ્લોસી બ્લેક એલોય વ્હીલ્સ તથા નવું હૂડ તેના સ્પોર્ટી દેખાવને આકર્ષક બનાવે છે.
ફોર્ચ્યુનર લીડર એડિશનનું અપડેટેડ ઇન્ટિરિયર અને એન્જિન
નવી 2025 ફોર્ચ્યુનર લીડર એડિશનમાં સલામતી માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) ઉમેરવામાં આવી છે. કેબિનમાં સીટો અને દરવાજાના ટ્રીમ પર નવી ડ્યુઅલ-ટોન બ્લેક અને મરૂન અપહોલ્સ્ટરી આપવામાં આવી છે. જે તેને નિયમિત વેરિઅન્ટ્સ કરતાં વધુ પ્રીમિયમ બનાવે છે. અન્ય વધારાની સુવિધાઓમાં સ્કફ પ્લેટ્સ અને સ્માર્ટ ઓટો-ફોલ્ડિંગ મિરર્સનો સમાલેશ કર્યો છે. તેમજ એન્જિનની વાત કરીએ તો લીડર એડિશનમાં સ્ટાન્ડર્ડ ફોર્ચ્યુનર રેન્જમાં જોવા મળતું 2.8 લિટર, ચાર-સિલિન્ડર ટર્બો-ડીઝલ એન્જિન જાળવી રાખવામાં આવ્યું છે. આ ડીઝલ એન્જિન 201 bhp અને 500 Nm સુધી ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગીયર સાથે ઉપલબ્ધ છે.
