જો તમે શેરબજારમાં રોકાણ કે ટ્રેડિંગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તહેવારોના દિવસોમાં અવારનવાર રજાઓને લઈને રોકાણકારોમાં અસમંજસની સ્થિતિ સર્જાતી હોય છે. આ મૂંઝવણને દૂર કરતાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ બકરી ઈદ (Bakri Id) ની સત્તાવાર રજા અંગે સ્પષ્ટતા કરી દીધી છે. NSE ની અપડેટ થયેલી યાદી અનુસાર, ભારતીય શેરબજાર 28 મે 2026, ગુરુવારના રોજ બકરી ઈદ નિમિત્તે સંપૂર્ણપણે બંધ રહેશે.

શેર માર્કેટ ક્યારે રહેશે બંધ ? 

28 મે 2026  (ગુરુવાર): આ દિવસે દેશના બંને મુખ્ય એક્સચેન્જ, NSE અને BSE બંધ રહેશે. ઇક્વિટી (Equity), ઇક્વિટી ડેરિવેટિવ્ઝ (F&O), કરન્સી ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટ સહિતના તમામ વિભાગોમાં કોઈ પણ પ્રકારનું કામકાજ કે ટ્રેડિંગ થશે નહીં.

27 મે 2026 (બુધવાર): બકરી ઈદની રજાના આગલા દિવસે એટલે કે ૨૭ મેના રોજ શેરબજાર સામાન્ય દિવસોની જેમ જ ખુલ્લું રહેશે. આ દિવસે રોકાણકારો નિયમિત સેશનની જેમ જ શેરની લે-વેચ કરી શકશે.

રોકાણકારો અને ટ્રેડર્સ માટે આ માહિતી કેમ જરૂરી છે?

શેરબજારમાં સક્રિય ટ્રેડર્સ, ખાસ કરીને ઇન્ટ્રાડે (Intraday) અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) માં કામ કરનારાઓ માટે માર્કેટ હોલિડેની સચોટ માહિતી હોવી અત્યંત અનિવાર્ય છે.

MCX (કોમોડિટી માર્કેટ) નો સમય અલગ હોઈ શકે છે

મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) એટલે કે કોમોડિટી માર્કેટના નિયમો અને સમયપત્રક સામાન્ય શેરબજાર કરતાં થોડા ભિન્ન હોય છે. તહેવારોના દિવસે ઘણીવાર એવું બને છે કે MCX નું સવારનું સત્ર (Morning Session) બંધ રહે છે, પરંતુ સાંજનું સત્ર (Evening Session) નિયમિત રીતે શરૂ થાય છે.

બકરી ઈદ 2026 માટે MCX દ્વારા ટૂંક સમયમાં જ અલગથી વિગતવાર પરિપત્ર (Circular) જાહેર કરવામાં આવી શકે છે. ભૂતકાળના ટ્રેન્ડને જોતાં એવી શક્યતા છે કે સવારે ટ્રેડિંગ બંધ રહ્યા બાદ સાંજે 5 વાગ્યા પછી કોમોડિટી માર્કેટ ફરી કાર્યરત થઈ શકે છે.