યુવાનો આજે આઈટી જોબ અને બેંક જોબ મેળવવાની ઇચ્છા વધુ રાખે છે. આ જોબ સેલેરી, સિકયુરિટીની મામલે વધુ યોગ્ય હોવાનું તેમનું માનવું છે. એટલે જ ઘણા યુવાનો કોલેજ અભ્યાસ સાથે બેંકમાં નોકરી મેળવવાની પણ સાથે તૈયારી કરતા હોય છે. બેંકમાં નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો માટે ખુશખબર છે. હાલમાં દેશની દિગ્ગજ બેંકે ભરતીની જાહેરાત કરી.
બેંકમાં જોબ મેળવવી દરેક યુવાનનું સ્વપ્ન
બેંક ઓફ ઈન્ડિયા દેશની પ્રતિષ્ઠિત બેંક છે. આ બેંકમાં જોબ મેળવવી દરેક યુવાનનું સ્વપ્ન છે. તેમનું સપનું પૂરું થઈ શકે છે. કારણ કે તાજેતરમાં જ બેંક ઓફ ઈન્ડિયાએ જનરલ બેંકિંગ ઓફિસર (GBO) સ્ટ્રીમમાં ક્રેડિટ ઓફિસરની ખાલી જગ્યા માટે સૂચના જાહેર કરી છે. અરજી પ્રક્રિયા 20 ડિસેમ્બર, 2025 થી શરૂ થશે અને 5 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે.
ઉમેદવારો આ તારીખ સુધીમાં કરી લે અરજી
રસ ધરાવતા ઉમેદવારો નિયત તારીખ સુધીમાં બેંકની સત્તાવાર વેબસાઇટ, bankofindia.co.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. બેંકે કુલ 514 જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ જાહેર કરી છે. BOI (બેંક ઓફ ઈન્ડિયા) 36 ક્રેડિટ ઓફિસર-GBO (SMGS-IV), 60 ક્રેડિટ ઓફિસર-GBO (MMGS-III), અને 418 ક્રેડિટ ઓફિસર-GBO (MMGS-II)નો સમાવેશ થાય છે. બેંક ઓફ ઈન્ડિયાની ખાલી જગ્યા 2025 માટે ઉમેદવામાં આ લાયકાત જરૂરી છે. જાણો ઉમેદવારે બેંકમાં જોબ માટે નિયમ મુજબ કઈ પાત્રતા હોવી જોઈએ.
બેંકમાં જોબ માટે અરજદારની લાયકાત
ક્રેડિટ ઓફિસર MMGS-II અને III (GBO) માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ વિષયમાં 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. SC, ST, OBC અને દિવ્યાંગ ઉમેદવારો માટે, લાયકાત ગુણ 55% છે. ઉમેદવારો પાસે CA/CFA/CMA-ICWA અથવા MBA/PGDBM/બેંકિંગ/ફાઇનાન્સ/કોઈપણ ક્રેડિટ-સંબંધિત ક્ષેત્રમાં 2-વર્ષની અનુસ્નાતક ડિગ્રી હોવી આવશ્યક છે. ક્રેડિટ ઓફિસર SMGS-IV (GBO) માટે, ઉમેદવારો પાસે કોઈપણ ક્ષેત્રમાં MBA/PGDBM/2-વર્ષની પૂર્ણ-સમયની માસ્ટર ડિગ્રી સાથે સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, અથવા માન્ય સંસ્થામાંથી CA/CFA/CMA-ICWA હોવી આવશ્યક છે.
અરજદારની બેંક જોબ માટે આટલી ઉંમર આવશ્યક
- ક્રેડિટ ઓફિસર MMGS-II: 25 થી 35 વર્ષ
- ક્રેડિટ ઓફિસર MMGS-III: 28 થી 38 વર્ષ
- ક્રેડિટ ઓફિસર SMGS-IV: 30 થી 40 વર્ષ
બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2025માં અરજી માટેની ફી
આ જગ્યાઓ માટે અરજી કરનારા સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ ₹850 ની અરજી ફી ચૂકવવાની રહેશે. SC, ST અને દિવ્યાંગ શ્રેણીઓ માટે અરજી ફી ₹175 છે. અરજદાર બેંકની સત્તાવાર વેબસાઇટ bankofindia.co.in ની મુલાકાત લઈ તમામ બાબતોની જાણકારી લઈ શકે છે. અરજી કરવા માટે પહેલા તમામ સૂચના આપેલી છે તે મુજબ અરજી કરો.
અરજદાર આ રીતે કરી શકે છે અરજી
- હોમ પેજ પર આપેલા ભરતી વિભાગમાં જાઓ.
- અહીં ક્રેડિટ ઓફિસર ખાલી જગ્યા સૂચના લિંક પર ક્લિક કરો.
- હવે નિયમો મુજબ અરજી કરો.
BOIની બેક જોબમાં કેટલો પગાર હોઈ શકે
અરજી કરનારા ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા કરવામાં આવશે. SMGS-IV પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને ₹1,20,940 પગાર મળશે. આ ખાલી જગ્યા અંગે વધુ માહિતી માટે, ઉમેદવારો બેંકની નોકરીની સૂચના ચકાસી શકે છે.
આ પણ વાંચો : PM Modi Oman Visit: ભારત અને ઓમાન વચ્ચે વેપાર અને રોકાણ વધારવા માટે આર્થિક ભાગીદારી કરાર પર કરાયા હસ્તાક્ષર