કોલ ઈન્ડિયાની સહાયક કંપની ભારત કોકિંગ કોલ લિમિટેડ પોતાનો IPO લઈને આવી રહી છે. કંપનીએ આ આઈપીઓ માટે 21થી 23 રૂપિયા પ્રતિ શેયરનો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. આ ઈશ્યુ 9 જાન્યુઆરી 2026એ ખુલશે અને 13 જાન્યુઆરીએ બંધ થશે. BCCL એક સરકારી કંપની છે અને સ્ટીલ બનાવવામાં ઉપયોગ થતાં ખાસ કોલસાના ઉત્પાદનમાં ભારતમાં નંબર-1 પર છે. તેને 2014માં મિની રત્નનો દરજ્જો મળ્યો હતો. આ આઈપીઓ દ્વારા પ્રમોટર કોલ ઈન્ડિયા લિમિટેડ કંપનીમાં પોતાની ભાગીદારી વેચી રહી છે.
13,800 રૂપિયાનું કરવું પડશે રોકાણ
તમને જણાવી દઈએ કે રોકાણકારોને ઓછામાં ઓછા 600 શેરના એક લોટ માટે રોકાણ કરવું પડશે. તે મુજબ ઓછામાં ઓછા 13,800 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મોટા રોકાણકારો માટે બિડિંગ 8 જાન્યુઆરીએ ખુલશે અને 13 જાન્યુઆરીએ બંધ થશે. BCCLનો આ આઈપીઓની કૂલ સાઈઝ 46.57 કરોડ શેયર માટે છે. જે પુરી રીતે ઓફર ફોર સેલ છે, એટલે કે આઈપીઓથી મળનારા તમામ પૈસા પ્રમોટર કોલ ઈન્ડિયા લિમિટેડની પાસે જશે. કોલ ઈન્ડિયા આ ઈશ્યુ દ્વારા પોતાની ભાગીદારી ઓછી કરી રહી છે.
