જો તમે 16 સપ્ટેમ્બરે આઇટી રિટર્ન ભરી શક્યા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી પાસે હજી પણ તક છે. તમે 31 ડિસેમ્બર 2025 સુધી આઇટી રિટર્ન ભરી શકો છો. આવકવેરા વિભાગ દ્વારા જે લોકો કોઇ કારણોસર રિટર્ન ભરી શક્યા નથી તેઓ માટે ખાસ વિકલ્પ આપવામાં આવ્યો છે.

આઇટી રિટર્ન ભરવાનું બાકી છે? 

તમે 16 સપ્ટેમ્બર પછી આઇટી રિટર્ન ભરો છો તો તેને બિલેટેડ ITR કહેવામાં આવે છે. જે ઇન્કમટેક્સ વિભાગની કલમ 139(4) હેઠળ ફાઇલ કરવામાં આવે છે. એસેસમેન્ટ યર 2025-26 માટે તમે 31 ડિસેમ્બર 2025 સુધી બીલેટેડ આઇટીઆર ફાઇલ કરી શકો છો.

તો શું લેટ ફી ચૂકવવી પડે ?

રિટર્ન મોડુ ફાઇલ કરવા પર કલમ ​​234F હેઠળ લેટ ફી લાગુ પડે છે. જો તમારી વાર્ષિક આવક ₹5 લાખથી વધુ હોય, તો ₹5,000 નો દંડ લાદવામાં આવશે. જો તમારી કુલ આવક ₹5 લાખથી ઓછી હોય, તો લેટ ફી ફક્ત ₹1,000 હશે.

belated ITR  કેવી રીતે ફાઇલ કરવું?

  • જો તમે હમણાં belated ITR ફાઇલ કરવા માંગતા હોવ તો પહેલા સત્તાવાર આવકવેરા વેબસાઇટ પર જાઓ અને લોગ ઇન કરો.
  • ઈ-ફાઇલ વિભાગ પર જાઓ અને આવકવેરા રિટર્ન વિકલ્પ પસંદ કરો.
  • સંબંધિત આકારણી વર્ષ 2025-26 પસંદ કરો અને ઓનલાઈન ફાઇલિંગ વિકલ્પ પસંદ કરો.
  • નવી ફાઇલિંગ શરૂ કરો અને તમારી શ્રેણી (દા.ત., વ્યક્તિગત, HUF, વગેરે) પસંદ કરો.
  • યોગ્ય ITR ફોર્મ પસંદ કરો (દા.ત., ITR-1, ITR-2, વગેરે).
  • ફાઇલિંગ વિભાગમાં જાઓ અને કલમ 139(4), એટલે કે, belated રિટર્ન પસંદ કરો.
  • તમારી બધી આવક, કપાત અને કર ચુકવણી વિગતો ભરો અને ફાઇલિંગ પૂર્ણ કરો.