શેરબજારમાં સતત વધઘટ જોવા મળી રહી છે. ગત અઠવાડિયે તો શેરબજારમાં ઘટાડાનો દોર હતો. પરંતુ આ ઘટાડા વચ્ચે ઘણી કંપનીઓના શેરએ સારુ પ્રદર્શન કર્યુ હતું. જો કે આગામી દિવસોમાં પણ આવો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ કઇ કંપનીઓના શેર માર્કેટમાં મંદીના માહોલમાં પણ ટોપ પર હતા.
Bharat Forge નો શેર ટોચ પર
જે કંપનીનો શેર ટોચ પર હતો તે છે Bharat Forge. જો કે આગામી દિવસોમાં પણ તેના શેર ટોપ પર રહે તેવી શક્યતા છે. સરકાર દ્વારા કંપનીને આપવામાં આવેલા ₹425 કરોડના નોંધપાત્ર ઓર્ડરને કારણે સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની Bharat Forgeના શેર ફોકસમાં રહેવાની તૈયારીમાં છે.
રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક બન્યો Bharat Forge
Bharat Forge તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક તરીકે ઉભરી આવ્યો છે. વળતરની દ્રષ્ટિએ તેણે લાંબા ગાળે રોકાણકારો માટે નોંધપાત્ર સંપત્તિ ઉત્પન્ન કરી છે. 9 એપ્રિલ, 2020 ના રોજ આ શેરનો ભાવ ₹245 હતો. જે હવે 12 જૂન શુક્રવારના રોજ ₹2,036 પર બંધ થયો હતો. એટલે કહી શકાય કે રોકાણકારોને તો તગડી કમાણી કરાવી દીધી. 2020થી 2026 સુધીમાં રોકાણકારોએ 729% નું પ્રભાવશાળી વળતર મેળવ્યું .Bharat Forgeમાં જે રોકાણ કર્યુ હતું તેના કરતા આઠ ગણાથી વધુનો વધારો થયો છે.
રોકાણકારોને કેટલું આપ્યું વળતર ?
આ ડિફેન્સ સ્ટોકનું બજાર મૂડીકરણ ₹97,340 કરોડ છે. તેનો 52 અઠવાડિયાનો ઉચ્ચતમ ભાવ ₹2,059.50 છે, જ્યારે 52 અઠવાડિયાનો નીચો ભાવ ₹1,100.50 છે. છેલ્લા છ મહિનામાં આ શેર નોંધપાત્ર રીતે સારો દેખાવ કરી રહ્યો છે. જે રોકાણકારોને 40% વળતર આપે છે. છેલ્લા પાંચ વર્ષના વળતરની વાત કરીએ તો તે 180% છે.
ભારત ફોર્જ કેમ ફોકસમાં છે?
Bharat Forgeના શેર આગામી સપ્તાહે પણ ચર્ચામાં રહેવાની ધારણા છે. પીટીઆઈના અહેવાલ મુજબ કંપનીએ ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જાહેરાત કરી હતી કે તેણે ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ મંત્રાલય પાસેથી એક મોટો કરાર મેળવ્યો છે.
Bharat Forgeમેળવ્યો ડિફેન્સ સેક્ટર પાસેથી ઓર્ડર
મળતી માહિતી મુજબ આ ઓર્ડર ગેસ ટર્બાઇન જનરેટરના પુરવઠા માટે છે જે ફાઇલિંગ મુજબ ₹425 કરોડ મૂલ્યનો છે. Bharat Forgeને કરારને અમલમાં મૂકવા માટે પાંચ વર્ષનો સમયમર્યાદા આપવામાં આવી છે. આ કરાર હેઠળ, કંપની 1.25 મેગાવોટની ક્ષમતાવાળા ગેસ ટર્બાઇન જનરેટરનું ઉત્પાદન કરશે.
શુક્રવારે સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં પુણે સ્થિત Bharat Forge લિમિટેડ સાથે ભારતીય નૌકાદળ માટે બાર 1.25 મેગાવોટ મરીન ગેસ ટર્બાઇન જનરેટર સેટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. આ દરમિયાન સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ હાજર રહ્યા હતા, આ જનરેટરમાં ઓછામાં ઓછી 60% 'મેડ ઇન ઇન્ડિયા' સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?