જો તમે SBIનુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારાં માટે ખૂબ જ જરૂરી છે. હકીકતમાં 1 સપ્ટેમ્બર 2025થી બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટાં બદલાવ કર્યા છે. જેમાં રિવોર્ડ પોઇન્ટથી લઇને કાર્ડ પ્રોટેક્શન પ્લાન સામેલ છે. એવામાં જો તમને આ બદલાવ વિશે નથી ખ્યાલ તો, થઇ શકે છે કે તમારે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે.

કયા ક્રેડિટ કાર્ડમાં થઇ રહ્યો છે બદલાવ

પહેલા આપને એ જણાવી દઇએ કે બેંક પોતાના કયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ કરી રહી છે. તો Lifestyle Home Centre SBI Card, Lifestyle Home Centre SBI Select Card, અને Lifestyle Home Centre SBI Prime Card ના નિયમ 1 સપ્ટેમ્બર 2025થી બદલાઇ રહ્યા છે. જો તમે પણ આ કાર્ડ્સમાંથી એકનો ઉપયોગ કરો છો તો થોડા સાવધાન થઇ જાઓ.

બેન્કે કયા નિયમ બદલ્યા?

બેન્કના નવા નિયમ અનુસાર આ કાર્ડથી જો તમે ઓનલાઇન પેમેન્ટ કરો છો તો તમારે કેટલાક ટ્રાન્ઝેક્શન પર તેના માટે કોઇ પણ પ્રકારના રિવોર્ડ પોઇન્ટસ નહી મળે. ઉપરાંત, જો તમે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર આ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરો છો, તો તમારા ખાતામાં રિવોર્ડ પોઈન્ટ્સ જમા થશે નહીં. એટલું જ નહીં, જો તમે કોઈપણ સરકારી વેબસાઇટ પર ચુકવણી કરો છો, તો પોઈન્ટ્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

શું છે કાર્ડ પ્રોટેક્શન પ્લાન?

હવે વાત આવે છે કે કાર્ડ પ્રોટેક્શન પ્લાનની, હકીકતમાં 16 સપ્ટેમ્બરથી કાર્ડ પ્રોટેક્શન પ્લાન વાળા ગ્રાહકોને ઓટોમેટિકલી અપડેટેડ પ્લાન વેરિએન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જોકે, આ પ્રોસેસ કરતા પહેલા તમને એક મેલ આવશે. આપને જણાવી દઇએ કે કાર્ડ પ્રોટેક્શન પ્લાન ત્યાં સુધી કામ આવે છે, જ્યારે તમારૂં ક્રેડિટ કાર્ડ ક્યાંય ખોવાઇ જાય. તે સમયે થયેલા તમામ નાણાકીય નુકસાનની ભરપાઈ આ દ્વારા કરવામાં આવે છે.