અદાણી ગ્રુપની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 976 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ નોંધાવ્યો છે.


જે પાછલા વર્ષના સમાન ગાળામાં કંપનીએ નોંધાવેલા રૂ. 1,722 કરોડના નફાની તુલનાએ 45 ટકાનો ઘટાડો દર્શાવે છે. સમીક્ષા હેઠળના ગાળામાં કંપનીની આવક પણ 13.7 ટકા ઘટીને રૂ. 21,961 કરોડ થઇ છે, જે પાછલા વર્ષના સમાન ગાળામાં રૂ. 25,472 કરોડ નોંધાઇ હતી. વેચાણ ઘટતા અને ઇન્ડેક્સ પ્રાઇસ વોલેટાલિટીના કારણે કંપનીનો નફો અને આવક ઘટી છે. જોકે એરપોર્ટ્સ અને રોડ્સના અન્ય પ્રોજેક્ટ્સના કારણે કંપનીની ઇબીઆઇટીડીએમાં સમીક્ષા હેઠળના ગાળામાં 5 ટકાનો વધારો નોંધાયો છે. અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણી જણાવ્યું હતું કે કંપનીની મજબૂત ઇબીઆઇટીડી વૃદ્ધિ કંપનીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું જે મોડલ અપનાવ્યું છે તેને યથાર્થ સાબિત કરે છે. કંપનીના નવી મુંબઇ એરપોર્ટ, કોપર પ્લાન્ટ અને ગંગા એક્સપ્રેસ વે કાર્યરત થઇ રહ્યા છે, ત્યારે કંપની તેના નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના મિશનને ગતિપૂર્વક આગળ વધારી રહી છે.


  • Follow us on: