માળખાકીય સુવિધાઓના નિર્માણ ક્ષેત્રના ભારતના સૌથી મોટા અદાણી સમૂહે આજે ટ્રેલિંગ-ટ્વેલ્વ-મહિના (TTM) અને નાણાકીય વર્ષ-26ના ત્રિમાસિક સમયગાળા દરમિયાન અદાણી પોર્ટફેલિયોએ તેના ક્રેડિટ પ્રદર્શન સહિતના નાણાકીય પ્રદર્શનની જાહેરાત કરી છે. અદાણી પોર્ટફોલિયોએ પ્રથમ વખત છેલ્લા બાર મહિનાના ધોરણે રૂ. 90,000 કરોડનો EBITDAના સીમાચિહનન આંકને વટાવ્યો કર્યો છે, ત્રિમાસિક સમયગાળામાં પણ EBITDA પણ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે. આ મજબૂત પ્રદર્શન ખાસ કરીને તેના ઇન્ક્યૂબેટિંગ વ્યવસાયો અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ (AEL) હેઠળના એરપોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પોર્ટ્સ અને સેઝ તેમજ અંબુજા સિમેન્ટ્સમાં સતત વૃદ્ધિને આભારી છે. આ વ્યવસાયોના મજબૂત યોગદાનથી અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ના વર્તમાન ઘટાડાને સરભર કરવામાં આવ્યો છે. AELના વર્તમાન વ્યવસાયમાં નકારાત્મક વૃદ્ધિ મુખ્યત્વે IRM (ઇન્ટિગ્રેટેડ રિસોર્સ મેનેજમેન્ટ) ના વેપાર વોલ્યુમમાં ઘટાડો અને સૂચકાંકના ભાવમાં અસ્થિરતાને કારણે છે. EBITDAમાં સતત વૃદ્ધિ રૂ. 1.5- રૂ.1.6 લાખ કરોડના આયોજિત વાર્ષિક મૂડી ખર્ચ માટે મજબૂત ટેકો પૂરો પાડે છે.
ક્રેડિટ તરફે પોર્ટફોલિયો-લેવલ લિવરેજ EBITDA ના ચોખ્ખા દેવાના 2.6 ગણા સાથે વૈશ્વિક સ્તરે સૌથી નીચા સ્તરે રહ્યું છે, જ્યારે રોકડમાં રુ. 53,843 કરોડની ઊંચી લિક્વિડિટી જળવાઈ રહી છે.










