નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC)ની 29મી બેઠકમાં નિયમનકારો અને વિભાગોને દાવો ન કરેલી રકમ પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા અને KYC પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા સૂચના આપી છે. તેમણે આ બાબતો પર ભાર મૂકતા કહ્યું કે નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને તેને મહત્ત્વ આપવામાં આવે.

નાણામંત્રાલયે કાઉન્સિલને ખાતરી કરવા જણાવ્યું હતું કે નાગરિકોને નાણાકીય ક્ષેત્રમાં KYC પ્રક્રિયાઓનો સરળ અનુભવ મળે. તેમણે કહ્યું કે KYC ધોરણોમાં સરળીકરણ અને ડિજિટાઇઝેશનની જરૂર છે. ઉપરાંત, ભારતીય સિક્યોરિટીઝ માર્કેટમાં PIO અને OCI સહિત બિન-નિવાસી ભારતીયો (NRIs) માટે ડિજિટલ ઓનબોર્ડિંગની સુવિધા હોવી જોઈએ.

નાણામંત્રીએ નિયમનકારો અને વિભાગોને ખાસ જિલ્લા સ્તરીય શિબિરોનું આયોજન કરીને દાવા ન કરેલી રકમ હકદાર માલિકોને પરત કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ઝુંબેશ RBI, SEBI, MCA, PFRDA અને IRDA તેમજ બેંકો, પેન્શન એજન્સીઓ, વીમા કંપનીઓ વગેરે સાથે સંકલનમાં ચલાવવામાં આવશે.

બેંકો પાસે 78,213 કરોડ રૂપિયાનો દાવો ન કરાયેલ રકમ છે

RBI ના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, માર્ચ 2024 ના અંતમાં, બેંકોમાં દાવો ન કરાયેલી થાપણોમાં વાર્ષિક ધોરણે 26 ટકાનો વધારો થયો છે. તે 78,213 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફ્ંડની રકમ માર્ચ 2023 ના અંતમાં 62,225 કરોડ રૂપિયા હતી.

વૈશ્વિક અસ્થિરતાનો સામનો કરવાના ધ્યેય સાથે FSDC ની બેઠક યોજાઈ હતી. FSDC એ વૈશ્વિક નાણાકીય અસ્થિરતાનો સામનો કરવા માટે ભારતની તૈયારીઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન, કાઉન્સિલે સ્થાનિક અને વૈશ્વિક મેક્રો-ફઇનાન્સિયલ પરિસ્થિતિમાંથી ઉભરતા વલણો પર ચર્ચા કરી હતી. ઉપરાંત, સતર્ક રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સભ્યોએ નાણાકીય ક્ષેત્રના વ્યાપક વિકાસ માટે આંતર-નિયમનકારી સંકલનને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.