ICICI બેંક પછી, હવે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે તેના ગ્રાહકોને આંચકો આપ્યો છે. HDFC બેંકે તેના નવા બચત ખાતાઓ માટે લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ મર્યાદામાં વધારો કર્યો છે. બેંકે જાહેરાત કરી છે તે મુજબ હવે 1 ઓગસ્ટ, 2025 થી તમામ મેટ્રો અને શહેરી શાખાઓમાં ખોલવામાં આવેલા નવા ખાતાઓમાં હવે 25,000 રુપિયા માસિક સરેરાશ બેલેન્સ જાળવવું તો ફરજિયાત જ રહેશે. તમને જાણ હશે કે પહેલા આ મર્યાદા 10,000 રુપિયા હતી. બેંકે સ્પષ્ટતા કરી છે કે આ નિયમો ફક્ત નવા ખાતાઓ પર લાગુ થશે

 ICICI બેંકે પણ જાહેરાત કરી હતી

ઉલ્લેખનિય છે કે આ પહેલાં ICICI બેંકે પણ જાહેરાત કરી હતી કે નવા નિયમ પ્રમાણે હવે ગ્રાહકોએ 10,000 ને બદલે 50,000 નું લઘુત્તમ સરેરાશ માસિક બેલેન્સ જાળવવું પડશે. સેમી અર્બનમાં આ રકમ વધારીને 25 હજાર રુપિયા કરાઇ છે અને ગ્રામ્ય વિસ્તારોમાં 5 હજારની જગ્યાએ હવે 10 હજાર રાખવાના રહેશે જોકે, તેના નિર્ણયને કારણે બેંકને ઘણો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

એસબીઆઇએ ઝીરો બેલેન્સ 5 વર્ષ પહેલા કરી દીધેલું છે

જો કે મિનીમમ એવરેજ બેલેન્સ રાખવું દેશમાં કોઇ નવી વાત નથી. ખાનગી બેંકોની સાથે ઘણી સરકારી બેંક પણ આ જ નિયમ રાખતી હતી પણ હવે ઘણી સરકારી બેંકોએ આ નિયમને બંધ કરી દીધો છે. ભારતીય સ્ટેટ બેંકે તો 5 વર્ષ પહેલાં જ આ નિયમ બંધ કરી દીધો હતો અને એસબીઆઇ ના ગ્રાહક કોઇ પણ ઝંઝટ વગર જ પોતાના ખાતામાં જરુર હોય તેટલા પૈસા રાખે છે

આ બેંકોમાં ઝીરો બેલેન્સની સુવિધા

જો કે કેનેરા બેંકે જૂન 2025થી પોતાના તમામ બચત અને સેલરી તથા એનઆરઆઇ ખાતામાં મિનીમમ બેલેન્સનો નિયમ હટાવી દીધો છે. આ પહેલા બેંક દ્વારા દંડ વસુલાતો હતો તો ઇન્ડિયન બેંકે પણ 7 જુલાઇ 2025થી આ નિયમને હટાવી દીધો છે જ્યારે પંજાબ નેશનલ બેંકે અને બેંક ઓફ બરોડાએ પણ 1લી જુલાઇ 2025થી ઝીરો બેલેન્સની સુવિધા ગ્રાહકોને આપી દીધી છે. જો કે જે પ્રિમીયમ ખાતા છે તેમાં જરુરી પૈસા રાખવા પડશે

એક્સીસના ગ્રાહકોએ 12 હજાર રાખવા જરુરી

એક્સિસ બેંકે સેમી અર્બન વિસ્તારોમાં 12 હજાર રુપિયા એવરેજ મંથલી બેલેન્સ રાખવું ફરજિયાત બનાવેલું થછે અને બેંક 6 ટકા સુધી પેનલ્ટી લઇ શકે છે નવા નિયમો મુજબ 600 રુપિયા સુધીનો દંડ વસુલવામાં આવ છે