હાલમાં સરકારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વધારવા માટે ઘણી યોજનાઓ ચાલી રહી છે. સરકાર દ્વારા હાથ ધરાયેલી આવી યોજનાઓની સૌથી વધુ ફાળવણી રેલવે મંત્રાલયને થયેલી છે.

રેલવે મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલી રહેલી આવી યોજનાઓ પાછળ તગડી રકમની જોગવાઈ કરવામાં આવી છે. જો કે આ યોજનાઓના મૂળ ખર્ચમાં ઘણી વખત વધારો કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા સૌથી વધુ 263 યોજનાઓ ચાલી રહી છે. ત્યારબાદ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, પાવર, હાઉસિંગ અને શહેરી બાબતો અને કોલસા મંત્રાલયનો ક્રમ આવે છે. જેમના દ્વારા અનુક્રમે 124,106,93 તથા બાવન યોજનાઓ હાલ જારી છે.