રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર સંજ્ય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી સંચાલિત તેજીને કારણે વૈશ્વિક બજારોમાં સુધારો આવી શકે છે.
મુખ્ય ચિંતાઓને સાઈડલાઈન કરવાથી વૈશ્વિક બજારમાં ઘટાડો થઈ શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ભારતનો વિકાસ રેકોર્ડ એ વાતની ખાતરી અપાવે છે કે, ભારતીય અર્થતંત્ર સાતથી આઠ ટકાના વિકાસ દરને ટકાવી શકે છે. ભારતનો પાછલા વર્ષોનો વિકાસ આપણને વિશ્વાસ અપાવે છે કે, અર્થતંત્ર સાત-આઠ ટકાના દરે વિકાસ કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય બેંકનું મુખ્ય ધ્યાન ભાવ સ્થિરતા પર છે. પરંતુ વૃદ્ધિને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
