મે મહિનામાં ઇક્વિટી ફંડોમાં આવતા રોકાણના પ્રવાહમાં 22 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જે પછી જૂની મહિનામાં આ પ્રવાહ માસિક ધોરણે 24 ટકા વધીને રૂ. 23,587 કરોડ થયો છે.

જૂની મહિનામાં સેન્સેક્સમાં 3.1 ટકાનો અને નિફ્ટીમાં 2.7 ટકાનો વધારો નોંધાયો છે ત્યારે રિટેલ ઇન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ મજબૂત રહેતા આ પ્રવાહમાં ફરી વધારો નોંધાયો છે. જોકે ન્યુ ફંડ ઓફરિંગ (એનએફઓ) અંતર્ગત આ મહિના દરમિયાન આવેલો પ્રવાહ રૂ. 1,986 કરોડ જ છે, જેની તુલનાએ મે મહિનામાં આનો આંકડો રૂ. 4,170 કરોડ હતો. આમ એનએફઓના પ્રવાહમાં જૂનીમાં 52 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઇક્વિટી સ્કીમોમાં લાર્જ કેપ ફંડના પ્રવાહમાં સૌથી વધારે 35 ટકાનો વધારો નોંધાયો છે. આ સ્કીમમાં મે મહિનામાં રૂ. 1,205 કરોડનું રોકાણ આવ્યું હતું જે જૂનીમાં વધીને રૂ. 1,694 કરોડ થયું છે. સ્મોલ કેપ ફંડોમાં આવતું રોકાણ પણ આવી જ રીતે રૂ. 3,214 કરોડથી 25 ટકા વધીને રૂ. 4,024 કરોડ થયું છે. મિડ કેપ ફંડનું રોકાણ 34 ટકા વધીને રૂ. 3,754 કરોડ થયું છે જેનો આંકડો મે મહિનામાં 2,808 કરોડ હતો. દરમિયાન જૂનીમાં સેકટોરલ-થિમેટક ફંડના પ્રવાહમાં સૌથી વધુ 77 ટકાનો ઘટાડો નોંધાયો છે અને મે મહિનામાં આ સ્કીમોમાં પ્રવાહનો આંકડો 2.052 કરોડ હતો જે જૂનીમાં ઘટીને રૂ. 475 કરોડ થયો છે. આવી જ રીતે ઇએલએસએસ સ્કીમમાં મે મહિનામાં રૂ. 678 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો. જે આઉટફ્લો જૂનીમાં ઘટીને રૂ. 556 કરોડ થયો છે.