ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારમાં એકદંરે મંદી રહી છએ, પરંતુ મહત્ત્વની વાત એ છે કે સમગ્ર ઓગસ્ટ મહિનામાં સુચકાંકોમાં જેટલો ઘટાડો નોંધાયો છે.


તેનાથી વધારે ઘટાડો વીતેલા સપ્તાહમાં નોંધાયો છે. સેન્સેક્સ વીતેલા સપ્તાહમાં કુલ 1,497 પોઇન્ટ તૂટયો છે, જેની તુલનાએ ઓગસ્ટમાં આ ઘટાડોનો આંકડો 1,376 પોઇન્ટ છે. આવી જ રીતે નિફ્ટી પણ વીતેલા સપ્તાહમાં 453 પોઇન્ટ જ્યારે ઓગસ્ટ મહિનામાં 441 પોઇન્ટ તૂટયો છે, જ્યારે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ વીતેલા સપ્તાહમાં 1,248 પોઇન્ટના ઘટાડાની તુલનાએ સમગ્ર ઓગસ્ટમાં 1,139 પોઇન્ટ તૂટયો છે. એક માત્ર બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ અને બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ જ એવા ઇન્ડેક્સ છે કે જે વીતેલા સપ્તાહ કરતાં સમગ્ર મહિનામાં વધુ ઘટયા છે. બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ વીતેલા સપ્તાહમાં 1,553 પોઇન્ટ જ્યારે ઓગસ્ટમાં 1,976 પોઇન્ટ તૂટયો છે, જ્યારે બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે 2,446 પોઇન્ટ જ્યારે ઓગસ્ટમાં 3,201 પોઇન્ટ તૂટયો છે. ઓગસ્ટ મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.07 લાખ કરોડનું જ્યારે વીતેલા સપ્તાહમાં 10 લાખ કરોડનું ધોવાણ થયું છે.


  • Follow us on: