એશિયન બજારોમાં વધારા વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે લીડમાં ખૂલ્યા પછી વધારા સાથે બંધ થયું. જોકે, આજે ફરી કોન્સોલિડેશન જોવા મળ્યું અને શરૂઆતના વધારા પછી, બજાર મર્યાદિત શ્રેણીમાં વેપાર કરવાનું ચાલુ રાખ્યું. આ સાથે જ IT શેરોમાં ખરીદીથી બજારને ટેકો મળ્યો, જેના કારણે બન્ને મુખ્ય સૂચકાંકો નિફ્ટી-50 અને સેન્સેક્સ લીડમાં રહ્યા.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ બુધવારે 80 પોઇન્ટથી વધુના વધારા સાથે 82,473 પર ખૂલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 82,783 પોઇન્ટ પર ચઢી ગયો હતો. અંતે, સેન્સેક્સ 123.42 પોઇન્ટ અથવા 0.15% ના વધારા સાથે 82,515.14 પર બંધ થયો.
એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)નો નિફ્ટી-50 પણ આજે 25,134.15 પોઇન્ટના નજીવા વધારા સાથે ખૂલ્યો. ટ્રેડિંગ દરમિયાન, તે 25,222 પોઇન્ટના ઇન્ટ્રા-ડે ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો. અંતે, તેના ફાયદા ઘટાડીને, તે 37.15 પોઇન્ટ અથવા 0.15% ના વધારા સાથે 25,141 પર સ્થિર થયો.
એક નિષ્ણાંતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં મજબૂત તેજી જોયા પછી, નિફ્ટી રેન્જના ઉપલા છેડા તરફ્ મજબૂત થઈ રહ્યો છે. નજીકના ભવિષ્યમાં, 24,940 તળિયે નિફ્ટી માટે સપોર્ટ લેવલ હશે. જ્યારે 25,190 ઉપલા છેડા પર પ્રતિકાર સ્તર હોઈ શકે છે. હજી પણ બજારમાં સુધારાને અવકાશ છે.
મંગળવારે બજારની ચાલ કેવી રહી?
નાણાકીય શેરોમાં નફા બુકિંગને કારણે મંગળવારે શેરબજાર નજીવા ઘટાડા સાથે લગભગ સપાટ બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ 53.49 પોઇન્ટ અથવા 0.06% ઘટીને 82,391.72 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)નો નિફ્ટી-50 1.05 પોઇન્ટના નજીવા વધારા સાથે 25,104 પર સ્થિર થયો.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર ચર્ચા
ભારત અને અમેરિકાએ આખા અઠવાડિયા દરમિયાન પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરી. આમાં બજાર ઍક્સેસ, ડિજિટલ વેપાર અને ટેરિફ્ ચાર્જ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. બન્ને દેશો ચર્ચાની ગતિ જાળવી રાખવા અને 2025 (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં બહુ-ક્ષેત્રિય, પરસ્પર ફાયદાકારક BTAના પ્રારંભિક હપતાને અંતિમ સ્વરૂપ આપવાના લક્ષ્ય સાથે વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે.
વૈશ્વિક બજારોમાંથી શું સંકેતો છે?
બુધવારે એશિયન બજારોમાં તેજી જોવા મળી. રોકાણકારોની નજર અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો પર ટકેલી છે. યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લૂટનિકે આ સંવાદને 'સારી' (ઉત્પાદક) ગણાવ્યો. મંગળવારે લંડનમાં બન્ને દેશોના અધિકારીઓ વચ્ચેની ચર્ચા બીજા દિવસે પણ ચાલુ રહી.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે વાટાઘાટોમાંથી ખસી જવાની જાહેરાત કરી છે. પરંતુ વાણિજ્ય મંત્રી લૂટનિક અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ??જેમિસન ગ્રીર વાટાઘાટો ચાલુ રાખે તેવી અપેક્ષા છે, જે જરૂર પડયે બુધવાર સુધી ચાલુ રહી શકે છે.
દરમિયાન, જાપાનનો નિક્કી ઇન્ડેક્સ 0.33 ટકા વધ્યો. જ્યારે બ્રોડર ટોપિક્સ ઇન્ડેક્સ 0.014 ટકા વધ્યો. કોસ્પી 0.56 ટકા વધ્યો અને AX200 0.36 ટકા વધ્યો.
યુએસ શેરબજારોની સ્થિતિ શું છે?
દરમિયાન, યુએસ સ્ટોક ફ્યૂચર્સ શરૂઆતના એશિયન કલાકો દરમિયાન ફ્લેટલાઇનની નજીક હતા. રોકાણકારો વેપાર વાટાઘાટો અને મે માટે યુએસ ગ્રાહક ફુગાવાના ડેટાના આગામી પ્રકાશનની રાહ જોઈ રહ્યા હતા. યુએસમાં, વેપાર વાટાઘાટો પર સકારાત્મકતાને કારણે શેરબજારો રાતોરાત વધતો રહ્યો. ડાઉ જોન્સ 0.25 ટકા વધ્યો. S&P 500 0.55 ટકા વધ્યો અને Nasdaq 0.63 ટકા વધ્યો. બન્ને સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં વધ્યા.