ટાટા સ્ટીલને ઓડિસાના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ માઇન્સ દ્રારા રૂ. 1,902 કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે.
સુકિન્ડા ક્રોમાઇટ બ્લોકમાંથી થતા ડિસ્પેચમાં કથિતપણે ખાધ રહી હોવાથી આ નોટિસ ફટકારવામાં આવી છે એમ કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં કરેલા ફાઇલિંગમાં જણાવ્યું હતું. ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્રારા જે સરેરાશ વેચાણ ભાવ જાહેર કરવામાં આવ્યા છે, તેના આધારે કરવામાં આવેલા મૂલ્યાંકનના પગલે ત્રીજી જુલાઇના રોજ આ ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે અને તે એગ્રિમેન્ટના ચોથા વર્ષ દરમિયાન થયેલા ડિસ્પેચમાં રહેલી ખાધ અંગે છે. આ ખાધ 23 જુલાઇ, 2023થી 22 જુલાઇ, 2024ના સમયગાળા દરમિયાન જોવા મળી હતી. જોકે ટાટા સ્ટીલે આવા દાવા સામે વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે આ અંગે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
