1 એપ્રિલથી લાગુ થશે નવો નિયમ
નવા નિયમો મુજબ જૂના ઇનકમ ટેક્સ એક્ટ 1961 બદલીને 2026નો નવો કાયદો લાગુ થશે. આ સાથે ટેક્સ-ફ્રી ઇનકમ નહીં રહે.સાથે જોડાયેલા ખર્ચની ગણતરી કરવાની રીતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
શું છે 1% નો નવો નિયમ?
જો તમારી પાસે ટેક્સ-ફ્રી ઇનકમ છે તો તેની સાથે જોડાયેલા ખર્ચને ડિડક્શન તરીકે માન્યતા નહીં મળે. તેમજ રોકાણોની સરેરાશ કિંમતના એક ટકા જેટલો ખર્ચ પણ ગણવામાં આવી શકે છે.જો તમને ડિવિડેન્ડ અથવા અન્ય રોકાણમાંથી ટેક્સ-ફ્રી આવક મળે છે.તો તે આવક મેળવવા માટે થયેલો ખર્ચ હવે ટેક્સમાંથી ઘટાડવામાં નહીં આવે.આથી તમારી ટેક્સેબલ ઇનકમ વધી શકે છે.
ટેક્સ-ફ્રી હવે સંપૂર્ણ ફ્રી નહીં
આ નિયમ હેઠળ સીધો ટેક્સ લાગતો નથી,પરંતુ ખર્ચની કપાત નહીં મળવાને કારણે અંતે વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.એટલે કે ટેક્સ-ફ્રી ઇનકમ હોવા છતાં તમારો કુલ ટેક્સ બોજ વધી શકે છે.
કોણે વધુ ધ્યાન રાખવું?
આ નિયમ ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જેમને ડિવિડેન્ડ અથવા ટેક્સ-ફ્રી ઇનકમ મળે છે.જેમના પાસે મોટું ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે.જે ફાઇનાન્સિયલ ખર્ચ ક્લેમ કરે છે.
ટેક્સપેયર્સે હવે શું કરવું?
નિષ્ણાતો મુજબ, હવે ટેક્સપેયર્સે પોતાના રોકાણ અને ખર્ચનો સ્પષ્ટ રેકોર્ડ રાખવો જરૂરી છે. પર્સનલ અને ઇન્વેસ્ટમેન્ટ ખર્ચ અલગ રાખવો અને રિટર્ન ફાઈલ કરતા પહેલાં પોસ્ટ-ટેક્સ રિટર્નનું મૂલ્યાંકન કરવું જરૂરી રહેશે.નવો ટેક્સ સિસ્ટમ માત્ર સરળતા માટે નથી, પરંતુ તે એવા “ગ્રે એરિયા” દૂર કરવા માટે લાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Gold Silver Price Today: સોનાના ભાવમાં તેજી, ચાંદીમાં ઘટાડો, જાણો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ રેટ