ભારતના સૌથી મોટા પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અદ્યતન ટેકનોલોજી અને આત્મનિર્ભરતા સાથે દરિયાઇ વેપારના ટકાઉ ભવિષ્યને વેગ આપી રહ્યું છે. 27-31 ઓક્ટોબર દરમિયાન મુંબઈના બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજીત ઇન્ડિયા મેરીટાઇમ વીક (IMW) 2025 ભારતના દરિયાઇ પુનરુત્થાનના વિઝન સાથે આગળ વધી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળ ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન (IPA) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1,00,000 થી વધુ પ્રતિનિધિઓ, 500+ પ્રદર્શકો, 200+ વૈશ્વિક વક્તાઓ અને 100+ દેશોના સહભાગીઓ વૈશ્વિક દરિયાઈ અર્થતંત્રના ભવિષ્યનો રોડમેપ તૈયાર કરે છે.
દેશની બ્લુ ઇકોનોમીને નવો આકાર
આ વૈશ્વિક સંકલનના કેન્દ્રમાં ભારતનું સૌથી મોટું પોર્ટ ડેવલપર અને ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) રહ્યું. દેશની બ્લુ ઇકોનોમીને નવો આકાર આપવામાં તેની મુખ્ય ભૂમિકા છે. APSEZની ટેકનોલોજી, મેક-ઇન-ઇન્ડિયાની અત્યાધુનિકતા અને ટકાઉપણું તેમજ ભારતની દરિયાઈ વેપાર વૃદ્ધિની વાર્તાને કેવી પુન:વ્યાખ્યાયિત કરી રહ્યું છે. 29 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતી ગ્લોબલ મેરીટાઇમ CEO ફોરમમાં દરિયાઈ વિશ્વનું નેતૃત્વ કરવાની ભારતની મહત્વાકાંક્ષાને નવું જોમ પૂરુ પાડશે.
‘આત્મનિર્ભર ભારત’ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય
છેલ્લા એક દાયકામાં ભારતની દરિયાઈ નીતિનો લેન્ડસ્કેપ સાગરમાલા અને મેરીટાઇમ વિઝન 2030ના માળખા હેઠળ ઝડપથી વિકસિત થયો છે, જેમાં બંદરો, શિપિંગ અને આંતરિક જળમાર્ગોમાં 150 થી વધુ પહેલોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મનિર્ભર ભારતના વિઝન સાથે બંદર-સંચાલિત વિકાસને આગળ ધપાવીને, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને ભારતને વૈશ્વિક દરિયાઈ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.
સંકલિત પરિવહન ઉપયોગિતાનું પ્રતિનિધિત્વ
વૈવિધ્યસભર અદાણી જૂથનો ભાગ APSEZ ભારતના બંદર-સંચાલિત વિકાસના પાયાના પથ્થર તરીકે ઉભરી આવ્યું છે. 1990 ના દાયકામાં ગુજરાતના મુન્દ્રા ખાતેના એક બંદરથી APSEZ હવે સમગ્ર ભારતમાં 15 અને વિદેશમાં ચાર બંદરોનું સંચાલન કરે છે, જેમાં 12 મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્કસ, 132 રેક અને 5,000+ વાહન કાફલાઓનો સમાવેશ થાય છે. ભારતના કુલ કાર્ગોના લગભગ એક ચતુર્થાંશનું સંચાલન કરીને APSEZ દેશની સૌથી મોટી સંકલિત પરિવહન ઉપયોગિતાનું પ્રતિનિધિત્વ કરે છે.
APSEZના પ્રદર્શનની મુખ્ય વિશેષતા
IMW 2025 ના APSEZ પેવેલિયન ચાર મુખ્ય સ્તંભોમાં આત્મનિર્ભર ભારત, મહિલા સશક્તિકરણ, AI-સંચાલિત લોજિસ્ટિક્સ અને અસરકારકતાનો સમાવેશ થાય છે. આ વર્ષે થનારા એમઓયુ મેક-ઇન-ઇન્ડિયા ફ્રેમવર્ક હેઠળ ભારતના બંદર, ડ્રેજિંગ અને બંદર ક્ષમતાઓને આગળ વધારશે. હાર્બર બિઝનેસ હેઠળ APSEZ દરિયાઈ સેવાઓમાં તેના નેતૃત્વને મજબૂત બનાવતા લાંબા ગાળાના MoU પર હસ્તાક્ષર કરશે. APSEZના પ્રદર્શનની એક મુખ્ય વિશેષતા છે ભારતનો પહેલો ટ્રેલિંગ સક્શન હોપર ડ્રેજર (TSHD) સિમ્યુલેટર, જે ARI Simulation દ્વારા Make-in-India કાર્યક્રમ હેઠળ APSEZ માટે સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ગ્રેબ ડ્રેજરના નિર્માણ માટે MoU પર હસ્તાક્ષર કરશે
ઉપરોક્ત MoUમાં મુંબઈ પોર્ટ ઓથોરિટી (MBPA) સાથે સાત વર્ષ માટે છ ASTDS ટગ અને 15 વર્ષ માટે એક ગ્રીન (GTTP) ટગના સપ્લાય અને ચાર્ટર ભાડા માટે, VO ચિદમ્બરનાર પોર્ટ ઓથોરિટી (VOCPA), તમિલનાડુ, સાત વર્ષ માટે બે હાર્બર ટગના ચાર્ટર ભાડા માટે,ચેન્નાઈ પોર્ટ ઓથોરિટી (ChPA) સાથે એક 60 TBP એસ્કોર્ટ ટગ વેસલ (ETV) ના ચાર્ટર ભાડા માટે, બાર ટગબોટના નિર્માણ માટે શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ (DGS) સાથે પીએમ મોદીની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે. ડ્રેજિંગ સેગમેન્ટમાં, APSEZ સ્વ-સંચાલિત ગ્રેબ ડ્રેજરના નિર્માણ માટે MoU પર હસ્તાક્ષર કરશે, જે સ્વદેશી દરિયાઈ એન્જિનિયરિંગમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે.
APSEZ માટે સ્વદેશી ડિઝાઇન
APSEZ વઢવાણ બંદર, હલ્દિયા બંદર, વિઝિંજામ LNG બંકરિંગ અને દિઘી બંદર પર નવા અને વ્યૂહાત્મક વિકાસ માટે MoU પર હસ્તાક્ષર કરશે, જે ક્ષમતા નિર્માણ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. APSEZ નું મુખ્ય આકર્ષણ ભારતનું પ્રથમ ટ્રેઇલિંગ સક્શન હોપર ડ્રેજર (TSHD) છે, જે ARI સિમ્યુલેશન દ્વારા મેક-ઇન-ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ APSEZ માટે સ્વદેશી ડિઝાઇન કરવામાં આવ્યું છે.
ઝીરો ટચ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ
ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ હબ કેરળના વિઝિંજમ બંદરે APSEZ દેશમાં પ્રથમ મહિલા ક્રેન ઓપરેટરોને તાલીમ સાથે તૈનાત કરી ટેકનોલોજી અને કૌશલ્ય વિકાસમાં સમાન તકો ઊભી કરી છે. તેનું ઝીરો ટચ મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ AI-સંચાલિત આગાહી વિશ્લેષણનો ઉપયોગ કરીને બંદરો, રેલ, રોડ અને આંતરિક જળમાર્ગોને એકીકૃત કરે છે. જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડી કાર્યક્ષમતામાં સુધારો થાય છે.