વર્ષ 2025નું ઓડિટ થઈ રહ્યું છે, કોણે શું મેળવ્યું અને કોને શું ગુમાવ્યું? તેની પણ ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વર્ષ 2025માં ભારતના અરબપતિઓની સંપતિમાં પણ મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે પણ તેની વચ્ચે દેશના સૌથી મોટા અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી માટે વર્ષ 2025 સારૂં રહ્યું છે.
કેવી રીતે સંપતિમાં થયો વધારો?
વર્ષ 2025 દરમિયાન મુકેશ અંબાણીની સંપતિમાં લગભગ 16.5 બિલિયન ડોલરનો વધારો થયો છે. એટલું જ નહીં ભારતીય ઉદ્યોગપતિઓમાં મુકેશ અંબાણીની સંપતિમાં સૌથી મોટો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે આ વધારો ખાસ કરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લગભગ 29 ટકાના વધારાથી આવી છે, જે કંપનીના 2020 બાદ સૌથી સારૂ પ્રદર્શનનું સંકેત છે. આ દરમિયાન કંપનીના રિફાઈનિંગ માર્જિન, ટેલીકોમ સહિત રિટેલ વેપારની મજબૂતી અને ભવિષ્યમાં બિઝનેસને ડાયવર્સીફાય કરવાની આશાઓને કારણે શેરના ભાવ વધ્યા છે.
લક્ષ્મી મિત્તલની સંપતિ લગભગ 12 બિલિયન ડોલર વધી
મળતી માહિતી મુજબ આ વધારાની સાથે જ ભારતના અરબપતિઓની યાદીમાં મુકેશ અંબાણીની સંપતિમાં સૌથી મોટો વધારો થયો છે. મુકેશ અંબાણી બાદ સ્ટીલ કંપની આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલની સંપતિ લગભગ 12 બિલિયન ડોલર વધી છે. જેના કારણે તેમની કૂલ સંપતિ લગભગ 31 બિલિયન ડોલર થઈ ગઈ છે. ત્યારે એરટેલ કંપનીના માલિક સુનિલ મિત્તલની સંપતિમાં વર્ષ 2025 દરમિયાન લગભગ 6 બિલિયન ડોલર વધી છે. એરટેલના શેરમાં પણ વર્ષ 2025 દરમિયાન લગભગ 31 ટકાનો વધારો થયો છે.
લિસ્ટમાં આ ઉદ્યોગપતિઓના નામ પણ સામેલ
ત્યારે અદાણી ગ્રુપના સંસ્થાપક ગૌતમ અદાણીની સંપતિમાં લગભગ 5.9 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે અને તેમની કૂલ સંપતિ 84 બિલિયન ડોલર સુધી પહોંચી છે. જ્યારે કુમાર મંગલમ બિરલાની નેટવર્થમાં 4 બિલિયન ડોલરનો વધારો થયો છે તો ઉદય કોટકની સંપતિમાં 2 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ લિસ્ટમાં વિક્રમલાલ, વાડિયા ગ્રુપના નુસ્લી વાડિયા, રાહુલ ભાટિયા અને ટોરેન્ટ ગ્રુપના સમીર મહેતાનું નામ પણ સામેલ છે. જેમની સંપતિમાં પણ મોટો વધારો નોંધાયો છે.
આ પણ વાંચો: NPS Gratuity Rules હેઠળ સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! કેન્દ્ર સરકારે ગ્રેચ્યુઇટી નિયમો અંગે કરી મોટી સ્પષ્ટતા