નિયમોનું ઉલ્લંઘન કરનારી બેન્કો વિરૂદ્ધ RBI કડક કાર્યવાહી કરી રહી છે. તાજેત્તરમાં જ RBIએ કોટક મહિન્દ્રા બેન્ક પર કાર્યવાહી કરી છે. રિઝર્વ બેન્કે નક્કી કરેલા બેન્કિંગ નિયમોને પાલન કરવામાં બેદરકારી દાખવવા બદલ RBIએ કાર્યવાહી કરી છે. RBIની કાર્યવાહી હેઠળ બેન્કને તગડો દંડ ફટકારવામાં આવ્યો છે. આશરે 62 લાખ રૂપિયાનો દંડ બેન્કને લગાવવામાં આવ્યો છે.
કેટલો લાગ્યો દંડ?
એક અહેવાલ મુજબ RBI તરફથી 19 ડિસેમ્બર શુક્રવારે કોટક મહિન્દ્રા બેન્કને દંડની આ કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી છે. RBI તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે બેન્કિંગ સેવાઓ સુધી પહોંચ, બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ, બિઝનેસ કોરસપોન્ડન્ટ સંબંધિત નિયમ સિવાય ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઝ રૂલ 2006ના પાલનમાં બેન્કની બેદરકારી જોવા મળી છે. જેની હેઠળ બેન્ક પર 61.95 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.
શું બેન્કે કરારનો કર્યો ભંગ?
ઉલ્લેખનીય છે કે 31 માર્ચ 2024એ આરબીઆઈ તરફથી બેન્કની ફાઈનાન્શિયલ હેલ્થને લઈ વૈધાનિક નિરીક્ષણ અને મૂલ્યાંકન (ISE 2024) પૂર્ણ થયું હતું. આ દરમિયાન RBIને જાણવા મળ્યું હતું કે બેન્કે કેટલાક એવા ગ્રાહકો માટે વધુ એક BSBD એકાઉન્ટ ખોલ્યું,જેની પાસે પહેલાથી જ આવા એકાઉન્ટ હાજર હતા. આ સિવાય RBIને જાણવા મળ્યું કે બેન્કે નક્કી કરેલા દાયરાની બહારની ગતિવિધિઓને અંઝામ આપીને બિઝનેસ કોરસપોન્ડન્ટ સાથે કરાર કર્યા હતા. આ સિવાય બેન્કે કેટલાક ઉધાર લેનારાઓના સંબંધમાં ક્રેડિટ સૂચના કંપનીઓને ખોટી જાણકારી પણ આપી હતી.
ગ્રાહકોના રોકાણનું શું થશે?
RBI તરફથી કહેવામાં આવ્યું કે આ બેદરકારીઓ સામે આવ્યા બાદ બેન્કને કારણદર્શક નોટિસ જાહેર કરવામાં આવી, ત્યારબાદ આપવામાં આવેલી બેન્કની દલીલો પર વિચાર કર્યા બાદ આરોપ સાચા નીકળ્યા અને બેન્ક પર દંડ ફટકારવામાં આવ્યો. બેન્ક તરફથી સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં પણ આ સંબંધમાં જાણકારી આપવામાં આવી છે. જો કે RBI તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમોના ઉલ્લંઘનને લઈ લેવામાં આવેલા એક્શનની કોઈ અસર બેન્કના ગ્રાહકો પર નહીં પડે.
શેર પર જોવા મળશે અસર?
જો કે તમને જણાવી દઈએ કે કોટક મહિન્દ્રા બેન્કના શેર પર આગામી અઠવાડિયે સોમવારે આ એક્શનની અસર જોવા મળી શકે છે. શુક્રવારે શેરબજારમાં માર્કેટ બંધ થયું, તે સમયે સામાન્ય ઘટાડા સાથે કોટક બેન્કનો શેર 2159.60 રૂપિયા પર બંધ થયો હતો. 4.29 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતા આ શેરમાં છેલ્લા 1 વર્ષમાં પોતાના રોકાણકારોને 24 ટકા રિટર્ન આપ્યું છે.
આ પણ વાંચો : Budget 2026: તો શું 1 ફેબ્રુઆરી રવિવારે થશે બજેટ રજૂ? સસ્પેન્સ હજુ પણ યથાવત