ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોની પેરેન્ટ કંપની ઈટરનલના શેરનો ભાવ મંગળવારે ગગડ્યો છે. માર્કેટ શરૂ થવાની સાથે જ આ કંપનીનો સ્ટોક 3 ટકા સુધી ગગડ્યો. આ શેરના ભાવમાં ઘટાડો કંપનીની સબ્સિડિયરી બિલ્કિંટ સાથે જોડાયેલા એક સમાચાર બાદ જોવા મળ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના CFOએ રાજીનામું આપી દીધું છે.
રિપોર્ટ મુજબ ઓનલાઈન ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ બ્લિંકઈટના CFO વિપિન કપૂરિયાની કંપની છોડવાના સમાચારની અસર તેની પેરેન્ટ કંપનીના શેર પર જોવા મળી છે. કપૂરિયાએ બ્લિંકિટમાં પોતાની શરૂઆત સપ્ટેમ્બર 2024એ શરૂ કરી હતી અને તેમને 1 વર્ષમથી વધારે સમય વિતાવ્યો હતો અને તેને હવે પોતાનું પદ છોડી દીધું છે.
કોણ બનશે નવા CFO?
વિપિન કપૂરિયાના રાજીનામા બાદ હવે આ સંબંધમાં કોઈ નવી જાણકારી સામે આવી નથી કે CFO પદ પર તેમની જગ્યા હવે કોણ લેશે? ઉલ્લેખનીય છે કે ઝોમેટોની સબ્સિડિયરી બ્લિંકિટમાં સામેલ થયા પહેલા વિપિન કપૂરિયાએ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં લાંબો સમય વિતાવ્યો હતો. અહીં તે બિઝનેસ ફાઈનાન્સના વાઈસ પ્રેસિડેન્ટ હતા.
શેરનો ભાવ છેલ્લા 5 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો
રાજીનામના સમાચાર બાદ અચાનક જ પેરેન્ટ કંપની ઈટરનલનો શેર ગગડ્યો છે. સોમવારે ઈટરનલનો શેર 283 રૂપિયા પર બંધ થયો હતો અને મંગળવારે તે 282.50 રૂપિયા પર ઓપન થયો અને ત્યારબાદ તે ઝડપથી 2.65 ટકાની આસપાસ તુટીને 275.35 રૂપિયા પર વેપાર કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે શેરમાં થયેલો ઘટાડો છેલ્લા 5 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે શેરમાં ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ કેપિટલ પણ ઘટ્યું છે. હાલમાં ઈટરનલ કંપનીની માર્કેટકેપ ઘટીને 2.51 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે. આ શેરનું 52 વીક હાઈ લેવલ 368.45 રૂપિયા છે, જ્યારે લો-લેવલ 209.86 રૂપિયા છે.
આ પણ વાંચો: Automobile : નવી કાર લેવાનું પ્લાનિંગ હોય તો થોભી જાઓ, 2026માં લોન્ચ થઈ રહી છે આ કંપનીની કાર
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.