ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે ₹88,635.28 કરોડનો ઘટાડો થયો છે. ભારતી એરટેલ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ને સૌથી વધુ નુકસાન થયું છે. શેરબજાર ગયા અઠવાડિયે 5 નવેમ્બરે ગુરુ નાનક જયંતિ નિમિત્તે બંધ થયું હતું. આ અઠવાડિયા દરમિયાન 30 શેરોવાળા BSE સેન્સેક્સ 722.43 પોઈન્ટ અથવા 0.86 ટકા ઘટ્યા હતા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 229.8 પોઈન્ટ અથવા 0.89 ટકા ઘટ્યા હતા.
LICના માર્કેટકેપમાં વધારો થયો
છેલ્લા અઠવાડિયામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ICICI બેન્ક, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરની માર્કેટકેપમાં ઘટાડો થયો છે. આ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના માર્કેટકેપમાં વધારો થયો છે. ભારતી એરટેલનું માર્કેટકેપ આ સપ્તાહ દરમિયાન ₹30,506.26 કરોડ ઘટીને ₹11,41,048.30 કરોડ થયું છે. TCSનું માર્કેટકેપ ₹23,680.38 કરોડ ઘટીને ₹10,82,658.42 કરોડ થયું છે.
આ કંપનીઓની માર્કેટ કેપમાં થયો ઘટાડો
હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂપિયા 12,253.12 કરોડ ઘટીને રૂપિયા 5,67,308.81 કરોડ થયું છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 11,164.29 કરોડ ઘટીને રૂપિયા 20,00,437.77 કરોડ થયું છે. આ દરમિયાન HDFC બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 7,303.93 કરોડ ઘટીને રૂપિયા 15,11,375.21 કરોડ થયું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂપિયા 2,139.52 કરોડ ઘટીને રૂપિયા 6,13,750.48 કરોડ થયું છે. ICICI બેન્કનું માર્કેટ કેપ રૂપિયા 1,587.78 કરોડ ઘટીને રૂપિયા 9,59,540.08 કરોડ થયું છે. ગયા સપ્તાહે શેરબજારમાં ઉથલપાથલને કારણે મોટી કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચની 10 કંપનીઓની યાદીમાં ટોચ પર
તેનાથી વિપરીત LICનું માર્કેટ કેપ રૂપિયા 18,469 કરોડ વધીને રૂપિયા 5,84,366.54 કરોડ થયું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂપિયા 17,492.02 કરોડ વધીને રૂપિયા 8,82,400.89 કરોડ થયું અને બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ રૂપિયા 14,965.08 કરોડ વધીને રૂપિયા 6,63,721.32 કરોડ થયું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોચની 10 કંપનીઓની યાદીમાં ટોચ પર રહી, ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, TCS, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, LIC અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે.