સરકારે કર્મચારીઓ માટે EDLI યોજનાના નિયમોમાં હવે છૂટછાટ આપી છે. જે અંતર્ગત હવે નોકરી દરમિયાન મૃત્યુ થવા પર ઓછામાં ઓછા 50,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળશે. ભલે તમારાં PFના ખાતામાં એક પણ રૂપિયો ન હોય
નવા નિયમ અનુસાર, જો કોઇ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થઇ જાય છે તો તેના પરિવારજનોને ઓછામાં ઓછા 50,000 મળશે. પહેલાંનો નિયમ એ હતો કે PF ખાતામાં 50,000 તો હોવા જ જોઇએ ત્યારે જ ઇન્સ્યોરન્સનો લાભ મળતો હતો. પરંતુ હવે નિયમ બદલાયા છે. મંત્રાલયે એ પણ કહ્યું કે જો કોઇ કર્મચારી સતત 12 મહિના સુધી નોકરી કરી છે તો પણ તેમને વીમાનો લાભ મળશે.
નવા નિયમોમાં જો કોઇ પણ કર્મચારી નોકરી છોડી દે છે અને ગેપ લઇને ફરી તે રીજોઇન કરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે. જો બે નોકરીઓ વચ્ચે 60 દિવસનો ગેપ છે તે પણ તેને સતત કરેલી નોકરી માનવામાં આવશે. એનો મતલબ છે કે જો કોઇ કર્મચારીએ બે અલગ અલગ કંપનીઓમાં કામ કર્યુ છે તો તે બંને નોકરીઓ વચ્ચે ઓછામાં ઓછા 60 દિવસનો ગેપ હશે તો પણ ઇન્સ્યોરન્સનો લાભ મળશે.
કેન્દ્ર સરકાર દ્વારા અન્ય એક નિયમમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જો કોઇ કર્મચારીનું મૃત્યુ છેલ્લી સેલરી મળ્યાની 6 મહિનામાં થાય છે તો તેને આ ઇન્સ્યોરન્સનો લાભ મળશે.મંત્રાલયનું કહેવું છે કે જો કર્મચારી EPFOનું સભ્ય છે અને છેલ્લી સેલરીમાંથી PF કટ કર્યાના 6 મહિનામાં મૃત્યુ થાય છે તો તેમને પણ આ યોજનાનો લાભ મળશે.
EDLI યોજના છે શું ?
કર્મચારી જમા લિકવિડ વીમા યોજના એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અંતર્ગત ચાલાનારી યોજના છે. આ યોજના હેઠળ સંબંધિત ક્ષેત્રના કર્મચારીઓને નોકરી દરમિયાન મૃત્યુ થવા પર ઇન્સ્યોરન્સનો લાભ મળે છે. યોજના અંતર્ગત કર્મચારીઓ પરિવારજનોને તેની રકમ મળે છે. ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ અંતર્ગત કર્મચારીઓએ પોતાના તરફથી કોઇ પણ પ્રકારની રકમ આપવાની નથી.