કોઇ પણ આઇપીઓ લાવનારી કંપની દ્રારા આઇપીઓ પહેલા જાહેર રોકાણકારોને જે શેર ઇશ્યુ કરવામાં આવે છે તેમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું છે.
પ્રાઇમરી માર્કેટ આ સમયગાળામાં ધમધમતું થયું છે અને ઇશ્યુના કદની સરેરાશ પણ વધી છે એવા સંજોગોમાં આવી સ્થિતિ જોવા મળી છે. જોકે વર્ષ 2024ની તુલનાએ 2025માં આ પ્રકારે થતાં પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટથી એકત્રિત રકમનો આંકડો વધ્યો છે. જો આગામી સમયગાળામાં બજારમાં મોટી મંદી જોવા ન મળે તો આવો ટ્રેન્ડ ચાલુ જ રહેશે એવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 2023માં આઇપીઓ લાવનારી વિવિધ કંપનીઓ પૈકી 13 કંપનીઓએ પ્રિ-આઇપીઓ પ્લેસમેન્ટ દ્રારા રૂ. 1,074 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું, જેની તુલનાએ વર્ષ 2024માં આઠ કંપનીઓએ આવી ઓફરથી કુલ રૂ. 387 કરોડની રકમ એકત્રિત કરી હતી.
