સોના અને ચાંદીમાં તેજીનો ઉભરો શમી ગયો હોય તેમ આજે બંને ધાતુમાં રૂ.500-500નો ઘટાડો નોંધાયો હતો. ઉંચા ભાવના કારણે સોનામાં હાલ ઘરાકી પણ મંદ પડી છે.


હવે ચાર્તુમાસના કારણે લગ્નસરાની ખરીદી મંદ પડતા તેની અસર પણ ભાવ પર જોવા મળે તેવી સંભાવના છે. અમદાવાદની બુલિયન બજારમાં આજે ચાંદી ચોરસાનો ભાવ રૂ.1,07,500 રહ્યો હતો. જે ગઈકાલની સરખામણીએ રૂ.500 ઓછો છે. જ્યારે 999 સોનાનો ભાવ રૂ.1,00,000 રહ્યો હતો. જે પણ ગઈકાલની સરખામણીએ રૂ.500 ઓછો છે. 995 સોનાનો ભાવ રૂ.99,700 રહ્યો હતો. જ્યારે હોલમાર્ક દાગીનાનો ભાવ રૂ.98,000 રહ્યો હતો.


  • Follow us on: