અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફની અસર ભારતની કરન્સી પર જોવા મળી રહી છે.ગુરુવારે ડોલર સામે રૂપિયો તેના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો. આ ઘટાડો દર્શાવે છે કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત પર યુએસ ટેરિફ કેટલું દબાણ લાવી રહ્યું છે. આજે રૂપિયો ઘટીને 88.44 પ્રતિ ડોલર થયો છે, જે ગયા શુક્રવારના રેકોર્ડ સ્તર 88.36 કરતા પણ ઓછો છે.એટલે કે,આજે 1 ડોલર સામે 88.44 રૂપિયા મળી રહ્યા છે.

 દેશોમાં રૂપિયાને સૌથી વધુ અસર 

રૂપિયાની આ નબળાઈ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગયા મહિનાથી લાગુ કરાયેલા યુએસ ટેરિફના કારણે રોકાણકારોનો ભારતમાં વિશ્વાસ ઉઠી રહ્યો છે અને એશિયન દેશોમાં રૂપિયાને સૌથી વધુ અસર થઈ રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેર અને બોન્ડ માર્કેટમાંથી કુલ 11.7  અબજ ડોલર પાછા ખેંચી લીધા છે. કડક યુએસ ટેરિફની ભારતના આર્થિક વિકાસ અને વેપાર પર નકારાત્મક અસર પડી છે અને રૂપિયાને હચમચાવી નાખ્યો છે.

સરકારે જરૂરી પગલાં લીધા છે

અસર ઘટાડવા માટે, કેન્દ્ર સરકારે GST દરોમાં ઘટાડો કર્યો છે. આ ઉપરાંત, બંને દેશો પરસ્પર વાતચીત દ્વારા વેપાર સંબંધિત અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, નિકાસકારો ઓર્ડર મેળવવા અંગે અનિશ્ચિત છે, જ્યારે આયાતકારોને વધુ હેજિંગ કરવું પડે છે, જેના કારણે ચલણ બજારમાં માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ રહ્યું છે. હેજિંગ એ જોખમ વ્યવસ્થાપન વ્યૂહરચના છે.

RBI કેવી રીતે નિયંત્રિત કરી રહી છે?

ભારતીય રિઝર્વ બેંક સતત હસ્તક્ષેપ કરી રહી છે જેથી રૂપિયાના ઘટાડાની ગતિ વધુ ન વધે. બજાર સાથે સંકળાયેલા લોકો કહે છે કે કેન્દ્રીય બેંક ડોલર વેચીને વધઘટને સંભાળી રહી છે અને તેને મોટા આંચકાથી બચાવી રહી છે. બીજી તરફ, બેંકરો કહે છે કે RBI કોઈ ચોક્કસ સ્તરે રૂપિયાને રોકવાનો પ્રયાસ કરી રહી નથી, પરંતુ ઘટાડાને નિયંત્રિત કરવા માંગે છે જેથી કંપનીઓ અને રોકાણકારોમાં ગ