બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (80,711) મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ 79,809 સામે 79,829ના મથાળે ખૂલી સામાન્યતઃ 79,818ની નીચી સપાટી સ્પર્શી લેવાલી નીકળતાં સુધારા તરફી થઈ ઉપરમાં 81,556ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ઉપરના મથાળેથી નફારૂપી વેચવાલી નીકળતાં અંતે 80,711ના મથાળે બંધ રહેલ છે. જે તેના આગલા સાપ્તાહિક બંધ 79,809ની સરખામણીમાં 902 પોઈન્ટનો સુધારો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન બંને તરફી ભારે વધઘટ રહી હતી. જીએસટીના દરોમાં માળખાકીય ફેરબદલ થકી ધરખમ કપાત થવા છતાં સુધારો ઉપરના મથાળે ટકી શક્યો નહતો અને ઇન્ટ્રાડેની જ્યારે અફરાતફરીને અંતે આંતરપ્રવાહો સાવચેતી ભર્યાં જણાય છે.
હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો... 77,700 તથા 76,500ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 70,000નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 82,800 તથા 85,100 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. 85,100 ઉપર બંધ જળવાતા 88,275 તથા 98,200નો તરફી નક્કર ચાલ શરૂ થશે.
હવે આગામી સપ્તાહ અંગે ઇન્ડેક્સની ચાલ વિચારીએ તો 80,859 નજીકની તથા 81,037-81,103ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 81,103નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 80,321 તથા 80,219 મહત્ત્વના ટેકા ઘટાડે ધ્યાનમાં રાખવા. 80,219 તૂટતાં ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 79,879 તથા 79,606નો ઝડપી ઘટાડો જોવાશે. ઉપરમાં 81,103 પાર થતાં 81,580નો આરંભિક સુધારો જોવાશે. સાનુકૂળ સંજોગોમાં 81,580 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 81,752નો વધુ સુધારો જોવાશે.
નિફ્ટી સ્પોટ : (25,751) 25,791-25,812 તથા 25,833ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 25,868નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 25,621 તથા 25,600 મહત્ત્વના ટેકા ધ્યાનમાં રાખવા. 25,600 તૂટતા ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 25,591 તથા 25,511નો ઘટાડો જોવાશે. ઉપરમાં 25,868 પાર થતાં 25,963નો આરંભિક ઉછાળો જોવાશે. સાનુકૂળ સંજોગોમાં 25,963 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 25,053નો વધુ નક્કર સુધારો જોવાશે.
બૅન્ક નિફ્ટી સ્પોટ : (55,115) 55,221 તથા 55,308ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 55,551નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 53,663 તથા તે બાદ 53,550 અને 53,566ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં 53,566 તૂટયા બાદ ફ્રેશ નફારૂપી વેચવાલી થકી 53,355 તથા 53,130નો વધુ ઘટાડો જોવાશે.ઉપરમાં 55,551 પાર થતાં 55,595નો આરંભિક ઉછાળો જોવાશે. સાનુકૂળ સંજોગોમાં 55,595 પાર થતાં ફ્રેશ લેવાલી થકી 55,760 તથા 55,905-55,000નો સુધારો જોવાશે.
ટીસીએસ : (3,058) 3,077-3,081ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 3,105નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,023 તથા તે તૂટયા બાદ 2,990 તથા 2,937નો ઘટાડો જોવાશે.
ટેક મહિન્દ્રા : (1,578) 1,593ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,506નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,551 તથા 1,519નો ઘટાડો જોવાશે.
પરસિસ્ટન્ટ સિસ્ટમ : (5,130) 5,228-5,255ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 5,330નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 5,055 તથા 5,955નો ઝડપી ઘટાડો જોવાશે.
કોફોર્જ : (1,658) 1,688 તથા 1,710ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,750નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,625 તથા 1,571નો ઘટાડો જોવાશે.
ઇન્ડિગો : (5,668) 5,695ના ઉછાળે નફારૂપી જોવાશે. વેચાણમાં 5,721નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 5,610 તથા 5,565નો ઘટાડો જોવાશે.
તાતા મોટર્સ : (692) 707ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી, જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી 730 તથા 755નો સુધારો જોવાશે. નીચામાં 681 તથા 667 મહત્ત્વના ટેકા છે.
જિઓ ફાઇનાન્સ : (309) 315 તથા 316ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 320નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 303, 299 તથા તે બાદ 295 અને 282નો ઘટાડો જોવાશે.
પોલીસી બજાર : (1,823) 1,857ના ઉછાળે નફારૂપી વેચવાલી જોેવાશે. વેચાણમાં 1,875નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,802 તથા 1,769નો ઘટાડો જોવાશે.
એસ્ટ્રલ : (1,555) 1,588ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે પાર થતાં ફ્રેશ લેવાલી થકી 1,515 તથા 1,576નો સુધારો જોવાશે. નીચામાં 1,536 તથા 1,515 મહત્ત્વના ટેકા છે.