નાણાકીય સ્વતંત્રતા અલગ અલગ લોકો માટે અલગ અલગ બાબત છે, પરંતુ લગભગ બધા જ એક જ કારણ- મનની શાંતિ માટે તેનો પીછો કરવાનું શરૂ કરે છે.

આ હાંસલ કરવાનું નિશ્ચિત સ્થળ કે એક સંખ્યા નથી. અમુક માટે નાણાકીય સ્વતંત્રતાનો અર્થ મૂળભૂત જીવનનો ખર્ચ આવરી લેવા માટે પૂરતું રોકાણ ધરાવવું એવો થાય છે. અન્યો માટે તેનો અર્થ ઈએમઆઈ, માસિક બિલો વિશે ચિંતા કરવાથી અથવા નાણાકીય જરૂરતોની બહાર કામમાં અટવાઈ રહેવા વિશે ચિંતા કરવાથી આઝાદી એવો થાય છે. તેના હાર્દમાં નાણાકીય સ્વતંત્રતા એટલે સક્રિય આવક પર નિર્ભરતા ઓછી કરવા અને એકધાર્યા નાણાકીય દબાણ વિના જીવન અને કારકિર્દીના નિર્ણયો લેવાની ક્ષમતા પ્રાપ્ત કરવા વિશે છે.

વિચારોમાં આ પરિવર્તનને લીધે વધુ લોકો આજે નાણાકીય સ્વતંત્રતા તરફ્ આગળ વધી રહ્યા છે. નોકરીની વધતી અનિશ્ચિતતા, થકાવટ, વિલંબિત સંતોષ અને સાનુકૂળતાની ઈચ્છાએ લોકો નોકરી અને નાણાંને જે રીતે જુએ છે તેમાં બદલાવ લાવી દીધો છે. દૂરના પુરસ્કાર તરીકે નિવૃત્તિ સાથે નિરંતર કામ કરવાને બદલે ઘણા બધા લોકોને જીવનમાં બહુ વહેલું નાણાકીય નિયંત્રણ જોઈતું હોય છે. આ લક્ષ્ય નોકરી કરવાનું બંધ કરવા માટે નથી, પરંતુ ફરજીયાતને બદલે પસંદગીથી કામ કરવાનું હોય છે.

FIRE શું છે અને તે કઈ રીતે કામ કરે છે?

FIRE એટલે ફઈનાન્શિયલ ઈન્ડિપેન્ડન્સ, રિટાયર અર્લી (અર્થાત નાણાકીય સ્વતંત્રતા, વહેલી નિવૃત્તિ) એવો અર્થ થાય છે. આ શિસ્તબદ્ધ બચત અને લાંબા ગાળાના રોકાણ થકી નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવા માટેનો માળખાબદ્ધ અભિગમ છે. FIRE નિયોજન કાર્યરેખા છે, જે રોકાણકારોને આંશિક અથવા સંપૂર્ણ તેમના ખર્ચને ટેકો આપવા સક્ષમ બનાવવા રોકાણ ભંડોળ નિર્માણ કરવા રોકાણકારોને મદદ કરે છે. આ પાછળનો મૂળભૂત વિચાર એ છે કે તમે તમારા વાર્ષિક ખર્ચનો અંદાજ લગાવો અને એવાં રોકાણો નિર્માણ કરો, જે લાંબે ગાળે તે ખર્ચને આવરી લેવા માટે પૂરતાં વળતરો ઊપજાવી શકે છે.

દાખલા તરીકે, તમારો માસિક ખર્ચ રૂ.50,000 અથવા વાર્ષિક રૂ. 6 લાખ છે. જો તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડ્સ થકી નિયમિત રોકાણ કરો અને લાંબે ગાળે સરેરાશ 12-13 ટકા કમાણી કરો છો તો 25 વર્ષ માટે આશરે રૂ.25,000ની એસઆઈપી રૂ. 4 કરોડ આસપાસ ભંડોળ નિર્માણ કરવાની સંભાવના ધરાવી શકે છે. આ ભંડોળ જો યોગ્ય રીતે માળખાબદ્ધ કરાય તો નાણાકીય સ્વતંત્રતાને ટેકો આપી શકે છે.

અચૂક સંખ્યા વળતરની ધારણાઓ, મોંઘવારી અને જીવનશૈલીને આધારે બદલાય છે, પરંતુ મૂળ રકમ સમાન રહે છે. FIRE એસઆઈપી, અસ્કયામત ફળવણી અને સમયનો ઉપયોગ કરીને અમૂર્ત વિચારોને માપક્ષમ રોકાણ યોજનામાંમ ફેરવી શકે છે.

લાંબે ગાળે તમે FIREને સક્ષમ કઈ રીતે રાખી શકશો?

નાણાકીય સ્વતંત્રતા હાંસલ કરવી તે ફ્ક્ત અડધો પ્રવાસ છે. વધુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન તમે તમારાં નાણાં પર નિર્ભર થવાનું શરૂ કરો તે પછી તે કેટલો સમય ચાલશે.

અહીં જ 4 ટકા નિયમ પર સામાન્ય મુદ્દો સામે આવે છે. સંકલ્પ સૂચવે છે કે જો તમે મોંઘવારી માટે સમાયોજિત તમારા વાર્ષિક રોકાણ ભંડોળમાંથી આશરે 4 ટકા ઉપાડો છો તો તમારાં નાણાં સંભવિત રીતે 30 વર્ષ અથવા વધુ સમય સુધી ટકી શકે છે. સરળ ભાષામાં વાત કરીએ તો રૂ. 2 કરોડનું ભંડોળ આશરે રૂ. 8 લાખના વાર્ષિક ઉપાડને ટેકો આપી શકે છે.

FIREને પાછળ છોડવાનું ફ્ક્ત ભંડોળના આકાર પર નહીં પરંતુ અસ્કયામત ફળવણી પર પણ આધાર રાખે છે. ઈક્વિટી વૃદ્ધિ પૂરી પાડે છે, ડેબ્ટ સ્થિરતા પ્રદાન કરે છે અને કટોકટીઓ માટે કવચ જાળવી રાખવાથી બજારમાં કડાકો થાય ત્યારે બળજબરીથી ઉપાડ કરવાની જરૂર ઓછી કરે છે. FIRE એટલે અંધ બનીને ઉપાડ કરવો એવો અર્થ થતો નથી. તે દાયકાઓમાં જોખમ, રોકડ પ્રવાહો અને અપેક્ષાઓનું વ્યવસ્થાપન કરવા વિશે છે.

FIREની સામાન્ય રીતે ગેરસમજૂતી કઈ રીતે કરાય છે

FIREની મોટે ભાગે તીવ્ર જીવનશૈલીની પસંદગી તરીકે ગેરસમજૂતી કરાય છે. ઘણા બધા લોકો માને છે કે તેમાં તમારી ત્રીસીમાં કામ છોડી દેવું, વર્ષો સુધી કરકસર સાથે જીવવું અને મોજમસ્તીનો ત્યાગ કરવાનું આવશ્યક છે. અન્યો ધારે છે કે તેમાં જીવન ધીમું પડે તે પૂર્વે સેંકડો કરોડ ભેગા કરવાનું જરૂરી છે. આ ખોટી માન્યતાઓ FIREને અવાસ્તવિક અને બિહામણું બનાવે છે. સચ્ચાઈ એ છે કે intimidating સંપૂર્ણ નિવૃત્તિ અથવા નાણાકીય અનુરૂપતા માગતું નથી. તેમાં એક કઠોર સંખ્યા અથવા કામમાંથી કાયમ માટે દૂર થવાનું આવશ્યક નથી. મોટા ભાગના લોકો કમાણી, અનુરૂપતા અને ઉત્ક્રાંતિ પામવાનું ચાલુ રાખવા માટે FIREનું પાલન કરે છે. આવક રાતોરાત ગાયબ થતી નથી અને ખર્ચ ભાગ્યે જ સ્થિર રહે છે.

FIRE વિશે વધુ એક ખોટી માન્યતા પરિવાર, આરોગ્ય સંભાળ અથવા બદલાતાં લક્ષ્યો જેવી અસલ જીવનની જવાબદારીઓની અવગણના કરવાની છે. વાસ્તવમાં FIREની કઠોર આવૃત્તિ સંઘર્ષ કરે છે, કારણ કે જીવન ગતિશીલ છે. થિયરી અને વાસ્તવિકતા વચ્ચે અંતર વધુ સાનુકૂળ FIRE અભિગમની ઉત્ક્રાંતિ પ્રેરિત કરી છે.

પારંપરિક FIRE માટે સાનુકૂળ વિકલ્પો

સમયાંતરે રોકાણકારોને ભાન થાય છે કે નાણાકીય સ્વતંત્રતા ત્યારે ઉત્તમ કામ કરે છે જ્યારે તે લોકો વાસ્તવમાં જીવે તેની સાથે અનુરૂપ બને.

Lean FIRE ખર્ચને નીચો રાખવા પર કેન્દ્રિત છે. સતર્ક રીતે જીવનશૈલી મોંઘવારીને મર્યાદિત રાખવી અને સાદગીની પસંદગી કરવા માટે આવશ્યક ભંડોળ નોંધપાત્ર રીતે ઘટે છે. ભારતમાં માસિક રૂ.25,000 ખર્ચ કરે તેમને રૂ.1 લાખ ખર્ચ કરે તેમના કરતાં બહુ ઓછી મૂડીની જરૂર પડે છે. Lean FIRE લઘુતમ અને ઓછા ખર્ચનું જીવન સાથે સ્વસ્થ મહેસૂસ કરનાર માટે ઉત્તમ કામ કરે છે.

ર્ઝ્રટ્વજં FIRE ચક્રવૃદ્ધિનો લાભ લે છે. આ વિચાર તમારી પોતાની મેળે સંપૂર્ણ નિવૃત્તિ ભંડોળમાં તમારાં રોકાણો પૂરતાં વૃદ્ધિ પામે ત્યાં સુધી જીવનમાં આક્રમક રીતે વહેલું રોકાણ કરવાનો છે. આ માઈલસ્ટોન હાંસલ કરતાં જ તમારે નિવૃત્તિ માટે બચત બંધ કરો છે અને ફ્ક્ત વર્તમાન ખર્ચને પહોંચી વળવા માટે કમાણી કરો છો. આ માનસિક રાહત અને કારકિર્દી સાનુકૂળતા પૂરી પાડે છે, જ્યારે લાંબા ગાળાની સલામતી અકબંધ રાખે છે.

Barista FIRE સંપૂર્ણ સમયનું કામ અને નિવૃત્તિ વચ્ચે આવે છે. અહીં રોકાણકારો મોટા ભાગનો ખર્ચ આવરી લે છે, જ્યારે પાર્ટ- ટાઈમ અથવા સાનુકૂળ કામ આ અંતર ભરી કાઢે છે. આ અભિગમ ખાસ કરીને ભારતમાં વ્યાવસાયિક રીતે સક્રિય રહેવું, આરોગ્ય સંભાળ ખર્ચનું વ્યવસ્થાપન કરવું અને પરિવારના સભ્યોને ટેકો આપવાનો હોય ત્યાં મહત્ત્વપૂર્ણ છે. કન્સલ્ટિંગ, ફ્રીલાન્સિંગ, શીખવવું અથવા નાનો ધંધો મોટે ભાગે આ મોડેલમાં સ્વાભાવિક રીતં બંધબેસી જાય છે.

આગળની રાહ

FIREની કોઈ એક અચૂક આવૃત્તિ નથી. યોગ્ય અભિગમ જીવનશૈલીની અપેક્ષાઓ, જોખમ સહનશીલતા અને તમારી ઓળખ માટે કામ કેટલું મહત્ત્વનું છે તેની પર આધાર રાખે છે. નાણાકીય સ્વતંત્રતા ફિનિશ લાઈનને બદલે આયામ તરીકે જોવામાં આવે ત્યારે ઉત્તમ કામ કરે છે.

અચૂક રીતે ઉપયોગ કરાય તો FIRE એટલે કામથી છટકવાની બાબત નથી. તે તમારો સમય અને ઊર્જા કઈ રીતે ખર્ચ કરવા જોઈએ તે માટે નિયંત્રણ મેળવવું, નાણાકીય તાણ ઓછો કરવો અને સ્વતંત્રતા નિર્માણ કરવા વિશે છે. વહેલી નિવૃત્તિને બદલે આ સાનુકૂળતા નાણાકીય સ્વતંત્રતાને ખરા અર્થમાં મૂલ્યવાન બનાવે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો