રોકાણમાં રોકાણકારો વળતરો અને કામગીરીનું પગેરું રાખતા હોય છે, પરંતુ લાભોમાં ઘસારો પેદા કરી શકે તે તેમનાં રોકાણના જોખમનું માપન કરવાની વાત આવે ત્યારે તેઓ જાગૃતિ અથવા સમજને અભાવે મોટે ભાગે અવગણના કરતા હોય છે.

ઘણા બધા રોકાણકારો ભાવિ પરિણામોને અસર કરી શકે તે અનિશ્ચિતતાઓનો વિચાર કર્યા વિના ટૂંકા ગાળાના લાભો અને ભૂતકાળની સફળતા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જોખમની અવગણના અણધાર્યું નુકસાન પેદા કરી શકે અને લાંબા ગાળાનાં લક્ષ્યોની ઓછી આંકણી કરી શકે છે.

જોખમ કેટલું છે તેનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ શા માટે છે?

જોખમને સમજવું એ ડરની વાત નથી, પરંતુ માહિતગાર નિર્ણયો લેવાની વાત છે. તેનાથી રોકાણકારો તેમની મૂડીનું રક્ષણ કરી શકે છે, અનિશ્ચિતતા માટે નિયોજન કરી શકે અને સમયાંતરે સ્થિર સંપત્તિ નિર્માણ કરી શકે છે. અસલી રોકાણ જોખમ વ્યવસ્થાપનની શિસ્ત સાથે વૃદ્ધિ મેળવવાનું સંતુલિત કરીને લાભો સક્ષમ હોય અને નાણાકીય લક્ષ્યો હાંસલ થઈ શકે તેની ખાતરી રાખે છે.

રોકાણકારો મોટે ભાગે આક્રમક અથવા સંવર્ધક જેવા વ્યાપક લેબલોમાં જોખમોનું માપન કરતા હોય છે, પરંતુ તે અમુક વાર અસલી ચિત્રને ગેરમાર્ગે દોરી શકે છે. દાખલા તરીકે, તમે પોતાને સંવર્ધક રોકાણકાર કહેવડાવતા હોઈ શકો છો અને તમારાં બધાં નાણાં ફ્ક્સ્ડિ ડિપોઝિટ્સ (એફ્ડી)માં રોકાણ કરો છો. સમયાંતરે તમારાં નાણાંનું અસલી મૂલ્ય ઘસારો પામે છે, કારણ કે એફ્ડીમાંથી વળતરો માટે ભાગે મોંઘવારીને મારવામાં નિષ્ફળ જાય છે, જેને કારણે તેની ખરીદશક્તિ ઓછી થઈ જતી હોય છે.

આથી આક્રમક કે સંવર્ધક જેવા વિષયાત્મક લેબલો પર જ આધાર રાખવાને બદલે રોકાણકારોએ સંખ્યામાં જોખમોનું માપન કરવું જોઈએ. જોખમનું મેટ્રિક્સ અહીં જ કામ આવે છે. બીટા, સ્ટાન્ડર્ડ ડેવિયેશન અને શાર્પી રેશિયો જેવાં સાધનો રોકાણકારો કેટલાં અસ્થિત છે, વ્યાપક બજારની તુલનામાં તે કઈ રીતે વર્તી રહ્યાં છે અને વળતરો ઉઠાવેલાં જોખમો સામે ન્યાયી છે કે નહીં તેનું માપન કરવામાં મદદરૂપ થાય છે.

રોકાણમાં કેટલું જોખમ છે તે કઈ રીતે કરી શકાય?

રોકાણમાં રોકાણકારો આંકડાકીય સાધનોના સંમિશ્રાણનો ઉપયોગ કરીને જોખમોનું માપન કરી શકે છે. આમાં વળતરોમાં કેટલી વધઘટ થાય છે, અસ્કયામત બજારના પલટા સામે કેટલી સંવેદનશીલ છે, નીચામાં સંભવિત નુકસાનનું પ્રમાણ અને કમાણી કરેલાં વળતરો ઉઠાવેલાં જોખમો સામે ન્યાયી છે કે કેમ તેનું વિશ્લેષણ કરે છે.

જોખમનું મેટ્રિક્સ 1 (સ્ટાન્ડર્ડ ડેવિયેશન)-અસ્થિરતા નિર્ધારિત સમયગાળામાં રોકાણનાં વળતરોમાં કેટલી વધઘટ થાય છે તેનું માપન કરે ચે, જે તેની કામગીરીમાં અનિશ્ચિતતા અથવા જોખમની માત્રા પ્રદર્શિત કરે છે. ઉચ્ચ અસ્થિરતા સાથેની અસ્કયામત કિંમતમાં તીક્ષ્ણ વધારો અથવા ઘટાડો અનુભવવાનો સ્વભાવ ધરાવે છે, જે તેનાં ભાવિ વળતરોને ઓછું ભાંખે છે.

દાખલા તરીકે, જો આપણે સમાન શ્રોણીમાં બે ફ્ંડ્સનો વિચાર કરતા હોઈએ, જેમ કે, મોતીલાલ ઓસવાલ ફ્લેક્સી કેપ ફ્ંડ અને ઈન્વેસ્કો ફ્લેક્સી કેપ ફ્ંડ તો બંનેએ ગત વર્ષમાં આશરે 5.5 ટકા વળતરો પ્રદાન કર્યાં છે. જોકે તેમની જોખમની રૂપરેખા સ્ટાન્ડર્ડ ડેવિયેશન 16 ટકા હોય તો અલગ હોત, જ્યારે ઈન્વેસ્કો ફ્ંડનું સ્ટાન્ડર્ડ ડેવિયેશન 15 ટકા છે. આનો અર્થ તેમનાં વળતરો સમાન હોવા છતાં ઈન્વેસ્કો ફ્ંડે બહુ નીચી અસ્થિરતા સાથે તે હાંસલ કર્યાં છે, જેથી તુલનામાં તેને ઓછું જોખમી બનાવે છે.

રિસ્ક મેટ્રિક્સ 2 (બીટા)- તે એકંદર બજારની વધઘટ સામે રોકાણની સંવેદનશીલતાનું માપન કરે છે. તે રોકાણની કિંમત બજારમાં 1 ટકા પરિવર્તનને ધ્યાનમાં લેતાં વધારાની કે ઘટાડાની અપેક્ષા છે તેનો સંકેત આપે છે. બીટા 1નો અર્થ અસ્કયામત બજાર સાથે રેખામાં આગળ વધી રહી છે, જ્યારે 1થી વધુ બજાર કરતાં ઉચ્ચ અસ્થિરતાનો સંકેત આપે છે અને 1થી નીચે નીચી અસ્થિરતાનો સંકેત આપે છે.

રિસ્ક મેટ્રિક્સ 3 (શાર્પી રેશિયો)- તે તેની અસ્થિરતામાં રોકાણ (જોખમ મુક્ત દરે)ના અતિ વળતરની તુલના દ્વારા જોખમ સમાયોજિત વળતરોનું માપન કરે છે. ઉચ્ચ શાર્પી રેશિયો રોકાણ ઉઠાવેલા જોખમના યુનિટ દીઠ બહેતર વળતરો ઊપજાવે છે તેનો સંકેત આપે છે, જેથી રોકાણકારો ધારેલાં જોખમો માટે તેમની કાર્યક્ષમ રીતે પુરસ્કૃત કરનારી અસ્કયામતોને ઓળખી શકે છે.

રિસ્ક મેટ્રિક્સ 5 (વેલ્યૂ એટ રિસ્ક-વીએઆર)-આ પોર્ટફોલિયોના જોખમપણાનું આંકડાકીય માપન છે. તે નિર્ધારિત સમયગાળામાં અથવા પૂર્વનિર્ધારિત આત્મવિશ્વાસની સપાટીએ ખરાબ કિસ્સાના સંજોગોમાં અપેક્ષિત મહત્તમ રૂપિયાની રકમના નુકસાન તરીકે વ્યાખ્યા કરાય છે. વીએઆર પોર્ટફોલિયોનાં સર્વ ઘટકોને એકત્રિત કરતા એકલ જોખમનું માપન આપે છે. તે સંભવિતતા અને સમયરેખામાં સંભવિત નુકસાનની રકમની ત્રણ ભિન્નતામાં માપન કરાય છે.

દાખલા તરીકે, આગામી મહિનામાં 95 ટકા આત્મવિશ્વાસે 3 ટકાની વીએઆર એ સંકેત આપે છે કે પોર્ટફેલિયોનું મૂલ્ય 95 ટકા નિશ્ચિતતા સાથે આગામી મહિનામાં 3 ટકાથી વધુ ઓછી નહીં થશે. વીએઆર શક્ય લાભ મહત્તમ સંભવિત નુકસાન કરતાં વધુ મૂલ્યવાન છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે. આ સાથે રોકાણકારોએ પ્રવાહિતા, ધિરાણ ગુણવત્તા અને વ્યાપક આર્થિક બાબત અથવા નિયામક જોખમો જેવાં પરિબળોનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ. એકત્ર મળીને આ માપન સંભવિત નીચામાંનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે અને રોકાણકારોને તેમના પોર્ટફોલિયોનું રક્ષણ કરવા અને વૃદ્ધિ કરવા માટે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે.

જોખમના મેટ્રિક્સને સ્પષ્ટ નાણાકીય લક્ષ્યો સાથે જોડીને રોકાણકારો એવો ડાઈવર્સિફઈડ પોર્ટફેલિયો બનાવી શકે જે અનિશ્ચિતતા સાથે તેમની વળતરની અપેક્ષાઓ અને એમ બંને સાથે સુમેળ સાધે. આમાં રોકાણો અસ્કયામત વર્ગો, ક્ષેત્રો અને શ્રોણીઓમાં ફેલાવવાનું સંકળાયેલું છે તેમ જ બજારની બદલાતી સ્થિતિઓ સામે પ્રતિસાદ આપવા માટે પોર્ટફેલિયોની સમયાંતરે સમીક્ષા અને પુનઃસંતુલન કરવાનું સંકળાયેલું છે.