બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (81,287) મિત્રો, બી.એસ.ઇ. ઇન્ડેક્સ ગત સંપૂર્ણ સપ્તાહમાં તેના આગલા સાપ્તાહિક બંધ 82,815 સામે 82,907ના મથાળે ખૂલી ઉછાળા સ્વરૂપે એક તબક્કે 83,486ની ઊંચી સપાટી સ્પર્શ્યા બાદ ભારે અને સતત નફારૂપી વેચવાલી થકી નીચામાં 81,159ની નીચી સપાટી ર્સ્પશી અને 81,287ના મથાળે બંધ રહેલ છે.

જે તેના આગલા સાપ્તાહિક બંધ 82,815ની સરખામણીમાં 1,528 પોઇન્ટનો ઘટાડો દર્શાવે છે. સપ્તાહ દરમિયાન હેવીવેઇટ દિગ્ગજ શેરો જેવા કે ભારતી ઍરટેલ, એચડીએફસી બૅન્ક તથા રિલાયન્સ ના શેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. તદુપરાંત લગભગ તમામ આઇટી શેરોમાં મેજર ગાબડાં પડયા હતા જે થકી ઓવરઓલ સેન્ટીમેન્ટ ખરડાયું હતું. એકંદરે આંતરપ્રવાહો નબળા જણાય છે.

હવે ચાર્ટની દૃષ્ટિએ ઇન્ડેક્સની ઓવરઓલ ચાલ વિચારીએ તો... 77,700 તથા 76,400ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ઓવરઓલ 71,000નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં 85,900-86,200 મહત્ત્વની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. જે ઉપર બંધ જળવાતાં વધઘટે 98,200 સુધારો જોવાશે.

 હવે આગામી સપ્તાહ અંગે ઇનડેક્સની ચાલ વિચારીએ તો 81,600 તથા 81,904ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 82,250નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 81,110, 80,976 તથા 80,835ની આરંભિક નીચી સપાટી આવશે. જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 80,835 તૂટતાં 80,434-80,383નો વધુ ઝડપી ઘટાડો જોવાશે. અત્યંત ખરાબ સંજોગોમાં 80,383 નીચે બંધ આવતાં 79,425-79,333નું ભારે પેનિક જોવાશે.

 નિફ્ટી સ્પોટ : (25,179) 25,270 નજીકના તથા 25,371ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 25,480નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 25,122 તથા તે તૂટતાં 25,050 અને 24,975ની આરંભિક નીચી સપાટી આવશે, જે મહત્ત્વનો ટેકો ધ્યાનમાં રાખવા. ખરાબ સંજોગોમાં 24,975 તૂટતાં 24,860નો વધુ ઘટાડો જોવાશે. અત્યંત ખરાબ સંજોગોમાં 24,860 તૂટતાં 24,610-24,640નું ભારે પેનિક જોવાશે.

બૅન્ક નિફ્ટી સ્પોટ : (60,530) 60,634-60,682 નજીકની તથા 60,883ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 61,090નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 60,359 તથા 60,200-60,086ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં 60,086 તૂટતાં 59,870 તથા 59,640નો વધુ ઝડપી ઘટાડો જોવાશે.

કો ફોર્જ : (1,186) 1,215ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,235નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,150, 1,134 તથા 1,114નો વધુ ઘટાડો જોવાશે.

ભારતી ઍરટેલ : (1,880) 1,901 તથા 1,915ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 1,935નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 1,831નો વધુ ઘટાડો જોવાશે.

કેપીઆઇટી ટેક.: (771) 783-788 નજીકની તથા 796ની મહત્ત્વની પ્રતિકાર સપાટીના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 809નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 756-749ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 749 તૂટતાં 737 તથા 705નું પેનિક જોવાશે.

એલટીઆઇએમ : (4,462) 4,568-4,582ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,649નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 4,369 તથા 4,280નો વધુ ઘટાડો જોવાશે.

એમ્ફેસીલ લિમિટેડ : (2,297) 2,336ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 2,361નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 2,280 તૂટતાં 2,240, 2,214 તથા 2,170નો ઝડપી ઘટાડો જોવાશે.

તાતા એલેક્સી : (4,513) 4,563 તથા 4,596ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,700નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 4,470 તૂટતાં 4,378 તથા 4,287નો વધુ ઘટાડો જોવાશે.

આઇશર મોટર્સ : (8,011) 8,127 તથા 8,155ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 8,230નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 7,886ની આરંભિક નીચી સપાટી આવશે, જે ટેકો ધ્યાનમાં રાખવો. ખરાબ સંજોગોમાં 7,886 તૂટતાં 7,824 તથા 7,700નો વધુ ઘટાડો જોવાશે.

એચએએલ : (3,913) 3,970ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં 4,001નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,787નો વધુ ઘટાડો જોવાશે.

સિમેન્સ : (3,418) 3,357 તથા 3,341 નજીકના 3,316ના મહત્ત્વના ટેકાને ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં 3,272નો સ્ટોપલોસ રાખવો. નીચામાં 3,451, 3,498 તથા 3,574નો સુધારો જોવાશે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો