દેશને વૈશ્વિક નિર્માણગૃહ બનાવવાના ધ્યેય સાથે વર્ષ 2015માં ભારત સરકારે મહત્ત્વાકાંક્ષી અભિયાન મેક ઈન ઈન્ડિયાનો આરંભ કર્યો હતો.

સાફ દ્રષ્ટિ હતી કે, ભારત -નિયત ઔદ્યોગિક નીતિ સાથે, ધારા-ધોરણો ઘટાડીને અને વહીવટી અંતરાયો ઘટાડીને-ઘર આંગણે તેમજ વિદેશી રોકાણ માટે આકર્ષક હાલત ઊભી કરશે. મુખ્ય ધ્યેય વર્ષ 2015 થી 2025 સુધીમાં GDPમાં નિર્માણક્ષેત્રનો ફાળો 15 ટકાથી વધારીને 25 ટકા સુધી લઈ જવાનો હતો. પોતાની બીજી ટર્મમાં સરકારે 15 નિર્ણાયક સેક્ટર્સ ઓળખીને તેમજ નિર્માણ આધારીત પ્રોત્સાહક યોજનાઓ યાને PLI હેઠળ સેક્ટરદીઠ ઔદ્યોગિક નીતિ ઘડીને આ વ્યૂહને વધારે ધાર આપી.

જો કે, આવા પ્રયાસો છતાં GDPમાં નિર્માણક્ષેત્રનો ફાળો વધવાને બદલે ઘટયો છે. જે 2025માં 15 ટકા એટલે કે, મેક ઈન ઈન્ડિયા અભિયાનના આરંભના સ્તરથી પણ નીચે સરકી ગયો છે. ખાસ કરીને ચીનથી કરાતી આયાત પરની દેશની સતત નિર્ભરતાને પગલે મહત્ત્વાકાંક્ષાઓ અને પરિણામ વચ્ચેનો આ ભેદ ઉડીને આંખે વળગે છે. સામાન્ય ઘરગથ્થુ ચીજોથી માંડીને નિર્ણાયક ઔદ્યોગિક કાચામાલ સુધીની અનેક ચીજો સુધી ચીન પરની ભારતની આયાતનિર્ભરતા લંબાય છે. વર્ષ 2018 થી 2025 સુધીના ભારતના આયાતી ડેટાના વિશ્લેષણ પરથી આપણી આવી નિર્ભરતા વધવાની સાથે અનિવાર્ય બન્યાનું બહાર આવે છે. ચામડાના સોફા કવર્સ, કૂકર્સ કે કીચન સ્ટવ્સ કે સ્ટ્રેપ્ટોમાઈસિન જેવી અનેક ચીજોમાં તો આપણે 2025 સુધી ચીન પર સંપૂર્ણતઃ નિર્ભર રહ્યા છીએ. અન્ય ઉત્પાદનોના ભાગમાં પણ નિર્ભરતા ચોખ્ખી વધી ગઈ છે. દાખલા તરીકે, એસ્કેલેટર્સ, ચાલક સીડીઓ, વજનકાંટા, ગરમ પાણીની બોટલ્સ કે ટોસ્ટર્સ જેવી પ્રોડક્ટ માટે હવે ચીન પર 95 ટકાથીય વધુ નિર્ભરતા વધી છે. જે ચીજો ક્યારેક સરખામણીએ સ્વતંત્ર મનાતી હતી એ તમામ હવે અચરજકારક રીતે નિર્ભર બની ગઈ છે. 2018માં જેના માટે માત્ર 5.1 ટકા જેટલી નિર્ભરતા હતી એવી લાઈટર્સ અને તેના ભાગો પરની નિર્ભરતા હવે 2025માં વધીને 92.2 ટકા પર પહોંચી ગઈ છે, જ્યારે બરડ લોઢાના તવા પરની નિર્ભરતા 39.7 ટકાથી વધીને 96.5 ટકા સુધીની થઈ ગઈ.

આયાતનું મૂલ્ય પણ એ જ કહાણી દોહરાવે છે. ચીનથી આયાત થતા વજનકાંટાની આયાત બમણી થઈ છે, જે વર્ષ 2018ની સરખામણીએ 2025માં વધીને 180 લાખ રૂપિયા સુધી પહોંચી. 2018માં લાઈટર્સ કે જેની આયાત નગણ્ય 2.8 લાખ રૂપિયાની હતી તે હવે વધીને 2025માં 100 લાખ સુધીની થઈ. રેલવે વેગન્સના એક્સેલ કે વ્હીલ્સની વાત કરીએ તો, 2019માં જે 62 ટકા પર હતી એ 2025માં વધીને 1530 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. વેપારી ડેટા વધતી જતી ખાઈની વાતે ચેતવે છે. 2015 થી 2025 સુધીમાં ભારત-ચીન દ્વિપક્ષી વેપાર સતત વધતો રહ્યો અને 2025માં તે 12771 કરોડ થયો. પણ દરમિયાનમાં ભારતથી ચીનની નિકાસ અસ્થિર રહી છે જે વર્ષ 2022માં 2156 કરોડની હતી તે ઘટીને 2025માં 1525 કરોડ પર આવી ગઈ, જ્યારે ચીનથી થતી આયાત સતત વધીને 2025માં 11356 કરોડ સુધી પહોંચી ગઈ છે. તેને પગલે વેપારખાધમાં ખૂબ મોટી ખાઈ જોવા મળે છે. 2015માં આ ખાધ 5855 કરોડ પર હતી એ હવે દાયકા પછી વધીને 9921 કરોડ પર પહોંચી ગઈ છે. જેમાં 2600 કરોડની જોગવાઈ હતી એ નિર્માણ આધારીત પ્રોત્સાહન યોજનાના મિશ્રા પરિણામો જોવાયા છે. ગુજરાત અને આસામમાં અમેરિકન અને તાઈવાની ભાગીદારી સાથે જે અંતર્ગત સેમિકન્ડક્ટર્સ અને સંરક્ષણમાં સફળતા દેખાય છે. ખાસ ભાગોના ઉત્પાદનમાં ટેલિકમ્યુનિકેશન સેક્ટરે પણ 60 ટકા સુધી આયાત અવેજીમાં મૂકી છે. સૌર ઊર્જા ક્ષેત્રે ભારતે ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડી છે, જેમાં સેલ માટેની નિર્ભરતા 2023માં 90 ટકા હતી જે હવે ઘટીને 56 ટકા રહી છે અને મોડયુલ નિર્ભરતા 66 ટકા રહી છે.