Cash Transactionsને પ્રોત્સાહન ન મળે તેમજ Cashless Economy તરફ આગળ વધવાના હેતુસર કલમ 195એન હેઠળ એવી જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ પણ શખ્સ દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન તેના એક કે વધુ બેન્ક અકાઉન્ટમાંથી કુલ મળીને રૂ.1 કરોડથી વધુ રકમનો ઉપાડ કરવામાં આવે, તો રૂ.1 કરોડથી વધારાની આવી રકમના સંદર્ભમાં સંબંધિત બૅન્ક. કો-ઓપરેટિવ બેન્ક કે પોસ્ટ ઑફિસ દ્વારા 2%ના દરે TDSની કપાત કરવામાં આવશે.
અલબત્ત, આ કલમ હેઠળ કરાયેલી સ્પષ્ટતા અનુસાર, TDSની કપાતની જવાબદારી, સરકાર, બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક કે પોસ્ટ-ઓફિસ, ATM Operator તેમજ આ હેતુસર માન્ય કરવામાં આવે તેવા શખ્સ દ્વારા કરાતા રોકડ ઉપાડના સંદર્ભમાં લાગુ પડશે નહીં. આ ઉપરાંત Official Gazetteમાં notify કરવામાં આવે તેવા શખ્સોના કેસમાં, નિયત શરતોને આધીન, TDSના ઉપરોક્ત દરમાં કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય રાહત જાહેર કરી શકાશે.
આકારણી વર્ષ 2023-25થી કો-ઑપરેટિવ સોસાયટીના કેસમાં રોકડ ઉપાડ માટેની નાણાકીય મર્યાદા વધારીને રૂ.3 કરોડ કરાઈ !
સહકારી ક્ષેત્રને રાહત આપવાના હેતુસર આકારણી વર્ષ 2023-25થી કરાયેલા સુધારા અન્વયે કો-ઑપરેટિવ સોસાયટીના કેસમાં કલમ 195એન હેઠળ TDSની કપાત કરવાના સંદર્ભમાં રૂ.1 કરોડની ઉપરોક્ત નાણાકીય મર્યાદાને વધારીને રૂ. 3 કરોડ કરાઈ છે.
નિયમિત આવકવેરા રિટર્ન ફાઈલ ન કરાયા હોય
તો કલમ 195એન હેઠળ TDSની વધુ કડક જોગવાઈઓ!
આવી રોકડ રકમ ઉપાડનાર શખ્સ દ્વારા, જો ઉપાડની અગાઉના સળંગ ત્રણ આકારણી વર્ષ માટેના આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા ન હોય, તો તેવા કેસમાં ઉપરોક્ત જોગવાઈનો અમલ, નીચે જણાવાયેલા સુધારાને લક્ષમાં રાખીને કરવાનો રહેશેઃ
* સંબંધિત વર્ષ દરમિયાન, જો રોકડમાં રૂ.20 લાખથી વધુનો ઉપાડ કરાયો હોય અને જો આવો ઉપાડ રૂ.1 કરોડથી વધુ ન હોય, તો ઉપાડની કુલ રકમ ઉપર 2%ના દરે TDSની કપાત કરવામાં આવશે.
* સંબંધિત વર્ષ દરમિયાન, જો રોકડમાં ઉપાડની રકમ રૂ.1 કરોડથી વધુ થતી હોય, તો આવા ઉપાડની સમગ્ર રકમ ઉપર 5%ના દરે TDSની કપાત કરવામાં આવશે.
કલમ 195એમ હેઠળ TDSની જોગવાઈ
કલમ 195સી તેમજ 195જે હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર વ્યક્તિ તેમજ એચ.યુ.એફ. દ્વારા, જો તેઓ કલમ 55એબી હેઠળ ટેક્સ ઓડિટને પાત્ર ન હોય અથવા આવી ચુકવણી તેમના વ્યક્તિગત હેતુસર કરવામાં આવી હોય, તો તે સંજોગોમાં TDSની કોઈ કપાત કરવાની જવાબદારી ઉપસ્થિત થતી નથી.
ઉપરોક્ત કારણોસર વ્યક્તિ તેમજ એચ.યુ.એફ. દ્વારા Contractual Work & Professional Service માટે કરાતી ચુકવણીઓ TDSની કપાતની જવાબદારીમાંથી બાકાત રહેતી હોઈ. આવકવેરાની જવાબદારીમાંથી છટકવા માટેનો અવકાશ ઊભો કરે છે. આ કાનૂની છટકબારીને બંધ કરવાના હેતુસર, 1લી સપ્ટેમ્બર, 2019થી અમલી નવી કલમ 195એમ હેઠળ, જો વ્યક્તિ કે એચ.યુ.એફ. દ્વારા, તેઓ કલમ 195સી કે 195જે હેઠળ TDS કરવા માટે જવાબદાર ન હોય તો, સંબંધિત નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ. 50 લાખથી વધુ રકમની ચુકવણીના સંદર્ભમાં તેઓએ ઉપરોક્ત ચુકવણીમાંથી પ%ના દરે TDSની કપાત કરવાની રહેશે.
આવા કેસોમાં સંબંધિત વ્યક્તિ કે એચ.યુ.એફ.ને TAN નંબર મેળવવાની તેમજ TDS સંબંધી સ્ટેટમેન્ટ ફાઈલ કરવાની જવાબદારીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સંદર્ભમાં નિયત કરવામાં આવેલ Form No. 26QD, TDSના ચલણ કમ સ્ટેટમેન્ટને, TDSની કપાત કરાયાના મહિનાના અંતથી 30 દિવસની અંદર અપલોડ કરવાનું રહેશે.
કલમ 195ઓ હેઠળ e-Commerceના વ્યવહારોને TDSના વ્યાપમાં સમાવવા માટે કરાયેલ જોગવાઈઓ
e-Commerceના વ્યવહારો પ્રચલિત બન્યા હોઈ, તેની સાથે સંકળાયેલા પક્ષકારોને TDSના વ્યાપમાં સમાવી લેવાના હેતુસર, 1લી ઑક્ટોબર, 2020થી કલમ 195ઓ હેઠળ નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવીઃ
* Digital કે Electronic Facility કે Platform માધ્યમથી વેચાણ કરાતા માલ-સામાન કે સેવાઓના સંદર્ભમાં, e-Commerce Operator ( જેમ Amazon, Flipkart, Swiggy. Zomato વગેરે) દ્વારા e-Commerce Participant (સંબંધિત માલ-સામાન કે સેવા પૂરી પાડનાર પાર્ટી)ને કરવામાં આવતી ચુકવણીની ગ્રોસ રકમ ઉપર 0.1%ના દરે TDSની કપાત કરવામાં આવશે.
* જો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી માલ-સામાન કે સેવા પૂરી પાડનાર e-Commerce Participant વ્યક્તિ કે એચ.યુ.એફ. હોય, તેમજ તેમના દ્વારા કરાતા વાર્ષિક વેચાણનું મૂલ્ય રૂ. 5 લાખથી વધુ ન હોય તથા તેમના દ્વારા તેમનો PAN કે Aadhaar રજૂ કરવામાં આવે, તો તેવા કેસમાં e-Commerce Operator દ્વારા TDSની કોઈ કપાત કરાશે નહીં. Individual કે એચ.યુ.એફ. સિવાયના અન્ય e-Commerce Participantજ (ભાગીદારી, LLP, કંપની વગેરે)ના કેસમાં e-Commerce Operator દ્વારા વર્ષ દરમિયાન ચૂકવાતી સંપૂર્ણ રકમ ઉપર 0.1%ના દરે TDS કરવામાં આવશે.
* આ કલમ હેઠળ કરાયેલી સ્પષ્ટતા અનુસાર, જો e-Commerce Operator દ્વારા કોઈ પણ વ્યવહારના સંદર્ભમાં કલમ 195ઓ હેઠળ TDSની કપાત કરાઈ હોય, તો તેવા વ્યવહાર સંબંધી TDSની કપાત અન્ય કોઇ કલમ હેઠળ કરવામાં આવશે નહીં.