ફેબ્રુઆરીમાં સોનું આઠ અને ચાંદી દસ ટકા વધી


મહિનો ગોલ્ડ (USD) ચાંદી (USD)

ઓગસ્ટ-2025 4.8% 8.2%

સપ્ટેમ્બર-2025 12.1% 17.8%

ઓક્ટોબર-2025 3.6% 4.1%

નવેમ્બર-2025 5.2% 16%

ડિસેમ્બર-2025 2.5% 26.6%

જાન્યુઆરી-2026 13.2% 19.3%

ફેબ્રુઆરી-2026 7.9% 9.9%

ફેબ્રુઆરી મહિનામાં યુ.એસ. સ્પોટમાં સોનું આઠ ટકા અને ચાંદી દસ ટકા વધ્યા. સોનામાં સળંગ સાતમો મહિનો અને ચાંદીમાં સળંગ નવમો મહિનો આગલાં બંધ કરતાં ઉપરનો બંધ જોવા મળ્યો.

છેલ્લા છ મહિનામાં યુ.એસ. ડોલર ભાવે સોનું સાડા સાઠ ટકા અને ચાંદી એકસો પંચાવન ટકાના ઉછાળે બંધ રહ્યા છે. બેશક, સોના કરતાં ચાંદી સવાઈ વધતી રહી છે. જાન્યુઆરીમાં જે ધરખમ પંચાવન ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો અને મહિનો પૂરો થતાં પહેલાં માત્ર ત્રણ સેશન્સમાં જે કરેક્શન આવ્યું હતું તેમાં પણ ચાંદી માસિક ધોરણે વીસ ટકાના ઉછાળે બંધ રહી હતી. ભારતીય બુલિયન બજારમાં આ છ મહિના દરમ્યાન સોનું 56 ટકા અને ચાંદી 127 ટકા વધી છે. છેલ્લા છ મહિનામાં ડોલર ભાવે સોના-ચાંદીમાં જે વધારો થયો તેનાં કરતાં ભારતીય બુલિયન બજારમાં જે ઓછો સુધારો જોવાઈ રહ્યો છે તેનું કારણ એ છે કે છ મહિના અગાઉ હાજરમાં ખુબ ઊંચા પ્રીમિયમ ચાલતાં હતા. પરિણામે તે સમયે કોમેક્સ કરતાં ભાવો ઘણાં ઊંચા હતા અને તેથી આ ગેપ સર્જાયો છે. તેનો એક નિષ્કર્ષ એ પણ નીકળે છે કે હવે જયારે સોના-ચાંદીમાં 'લાવો-લાવો' થશે ત્યારે ફ્રી પ્રિમિયમો જામવાના અને ભાવો વધારે જોરથી ઊંચકાય. ઇતિહાસ સાક્ષી છે કે જયારે પણ કોઈ સ્ટોક, કોમોડિટી કે કરન્સીમાં 'લાવો-લાવો' થાય, ત્યારે એકાદ મોટું કરેક્શન આવે, ઢીલા-નબળાં હાથોમાંથી પોઝીશનો મજબૂત હાથોમાં જતી રહે. જાન્યુઆરીના તોફન વખતે કોમેક્સ, લંડન મેટલ એક્સચેન્જ અને ભારતના એમ.સી.એક્સ.એ જે રીતે માર્જિન વધાર્યા તેને લીધે લીવરેજ વાળી પોઝીશનો કપાઈ. સાચી દિશા છતાં, જ્યાં લેવરેજનો ઉપયોગ થયો કે જ્યાં ધીરજ ખૂટી ત્યાં કાં તો નફ ધોવાઈ ગયા કાં નફ ના બદલે નુકશાની આવી. દેખીતી રીતે, શુક્રવારે રાત્રે જે રીતે સોના-ચાંદી મહિનાના સર્વોચ્ચ ભાવે બંધ આપ્યા છે તે જોતાં આવનાર મહિનાઓમાં આ કિંમતી ધાતુઓ ફ્રી તોફની થવાની. શાણા રોકાણકાર માટે આમાં સીધો અને સટ રસ્તો એ છે કે જયારે જયારે આગલા માસિક બંધ થી નીચે માલ મળે, ત્યારે ત્યારે લેણ કરતાં રહેવાનું! બીજી તરફ્, બેઝ મેટલમાં કોઈ મોટો બદલાવ નથી જોવાઈ રહ્યો. કોઈક અઠવાડિયે કોપર, તો પછીના અઠવાડિયે એલ્યુમિનિયમ વધતાં જોવા મળે છે. વીતેલા અઠવાડિયે લેડ વધ્યું. આખરે બેઝ મેટલમાં વ્યાજ બદલાવાળા ફવે છે, ટ્રેડર્સ રોલ-ઓવર કોસ્ટમાં ફ્સાતાં અને ઘસાતાં રહે છે.

શા માટે કિંમતી ધાતુઓમાં તેજી યથાવત ? । જીઓપોલિટિકલ 'અસમંજસ'ની સાથે-સાથે આ વખતે આવ્યું છે 'એ-આઈ પર્જ'. 'એ-આઈ પર્જ' એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આવી ગયેલ બીનજરૂરી બાબતો. કોવીડ પછી જે સમીકરણો ગોઠવાયા, જે પરિવર્તનો આવ્યા, તેમાં હવે એક મોટું રી-સેટ થવા જઈ રહ્યું છે. કોવીડજન્ય જે બદલાવો હતા તે આકસ્મિક હતા. હવે, તેમાં બુદ્ધિગમ્ય સુધારા-વધારા થવા જઈ રહ્યા છે. સી.પી.યુ.નું સ્થાન હવે જી.પી.યુ. અને ટી.પી.યુ. લેવાં જઈ રહ્યા છે. જયારે કારોબારો - ઉદ્યોગો મોટા પરિવર્તનોમાંથી પસાર થઇ રહ્યા હોય, ત્યારે કિંમતી ધાતુઓ આવી જ તોફની થતી હોય છે. બીજું કે, જયારે આવાં બદલાવો આવે ત્યારે બજારના લીડર્સ બદલાય. એ સાચું કે માર્ચના પહેલા-બીજા અઠવાડિયાની નરમી દરમ્યાન આઈ.ટી. શેર્સમાં ખરીદી કરનાર ને દસ-પંદર ટકાનો નફે ગાંઠે કરવાનો મોકો મળી શકે. પણ, આગામી, ત્રણ-ચાર વર્ષનું જોઈએ તો હવે સી.પી.યુ.વાળા કરતાં જી.પી.યુ.વાળા - ટી.પી.યુ.વાળા આગળ રહેવાના છે. અને આવા તારણનો પૂરાવો બજાર સ્વયં આપે. એપ્રિલ-મે મહિનામાં આવા ટ્રેન્ડ દેખીતા બને તો નવાઈ નહીં.

એનર્જી વાયદામાં ફૂંફડો । ગયા અઠવાડિયે આ કોલમમાં જણાવ્યું હતું કે સપ્તાહના અંતે કે આગામી સપ્તાહે ક્રૂડ અને નેચરલ ગેસ તોફની થાય. શુક્રવારે રાત્રે જે રીતે એમ.સી.એક્સ ક્રૂડ માર્ચ વાયદો 6200 સુધી પહોંચ્યો હતો તે જોતાં એ ઘડી આવી ગયેલ જણાય છે. જયારે આ કોલમ પ્રકાશિત થશે ત્યારે ઓપેક પ્લસ દેશોની બેઠક સંપન્ન થઇ ગઈ હશે. હાલ એખ્યાલ નથી કે આ બેઠકનો નિષ્કર્ષ શું આવશે. સોમવારે ક્રૂડ વાયદામાં મોટું ગેપ-અપ કે ગેપ-ડાઉન સર્જાઈ શકે છે, જે શેરબજાર પર પણ મોટી અસર કરી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: