2026નો નવો આવકવેરા કાયદો 1લી એપ્રિલ, 2026થી અમલી બનનાર છે તે વાચકમિત્રોને સુવિદીત છે. આવકવેરાના નવા કાયદાને અનુલક્ષીને સીધા કરવેરા માટેના મધ્યસ્થ બોર્ડ દ્વારા તાજેતરમાં 2026ના સૂચિત નવા આવકવેરા નિયમો હેઠળ સવલત મૂલ્યાંકનના સૂચિત નવા માળખાની (Draft Rules for Perquisite Valuation) જાહેર કરવામાં આવ્યા છે. આ અન્વયે સવલત મૂલ્યાંકનના નિયમોમા કરાયેલ મહત્ત્વના સુધારાની સમીક્ષા તેમજ તેને લક્ષમાં રાખતા પગારદાર કરદાતાઓને થનાર આવકવેરા બચત તેમજ આવકવેરા જવાબદારીના વધારા સંબંધી પણ અવલોકન રજૂ કરેલ છે.

કરમુક્ત ગણાતી ભોજનની સુવિધા -

Meal Coupon - રૂ.50થી વધારીને રૂ.200

પ્રવર્તમાન જોગવાઈ અનુસાર માલિક દ્વારા કર્મચારીને ઑફ્સિના સ્થળે અથવા તો અન્ય ભોજનના સ્થળોએ જેનો ઉપયોગ કરી શકાય, તેવા ભોજન દીઠ રૂ. 50 સુધીના મૂલ્યના 'નોન-ટ્રાન્સફ્રેબલ પેઇડ વાઉચર્સ (food coupons)'ની આપવામાં આવતી સુવિધા અથવા ઑફ્સિના સમય દરમિયાન કર્મચારીઓને આપવામાં આવતી ચા-નાસ્તાની સુવિધા અથવા 'રીમોટ એરિયા કે ઓફ્ શોર ઇન્સ્ટૉલેશન'ના સ્થળે કામના સમય દરમિયાન આપવામાં આવતી ભોજનની સુવિધાને કરમુક્ત ગણવામાં આવે છે.

2026-27થી પ્રસ્તાવિત સુધારા અનુસાર આ મર્યાદાને રૂ.50થી વધારીને ભોજન દીઠ રૂ.200 કરવાની જોગવાઈ છે. મહિનાના 26 Working Daysની ગણતરી કરવામાં આવે તો માસિક રૂ.5,200 સુધીના મૂલ્યની Meal Coupon (વાર્ષિક રૂ. 62,400) જો કર્મચારીને તેના માલિક તરફ્થી આપવામાં આવે, તો તેના સંદર્ભમાં કરમુક્ત સવલતનો લાભ મળશે.

કરમુક્ત ગણાતી ફોનની સુવિધા

કોઈપણ ફોન (મોબાઈલ ફોન સહિત)ના માલિકના ધંધાના ઉપયોગ સંબંધી કર્મચારીએ ખરેખર કરેલ ખર્ચની માલિક દ્વારા કરવામાં આવતી ચુકવણી (reimbursement of telephone expenditure)ને કરમુક્ત સવલત ગણવાની પ્રવર્તમાન જોગવાઈ ચાલુ રખવામાં આવી છે.

કરમુક્ત ગણાતી પ્રાસંગિક બક્ષિસનું મૂલ્ય હવે રૂા. 5,000ના સ્થાને રૂા. 15,000

પ્રવર્તમાન જોગવાઈ અનુસાર કર્મચારી કે તેના કુટુંબના કોઈ સભ્યને તેના માલિક તરફ્થી પ્રાસંગિક અવસર ઉપર આપવામાં આવતી બક્ષિસ, વાઉચર કે ટોકનનું કુલ મૂલ્ય, જો નાણાકીય વર્ષ દરમિયાન રૂ.4.000 કે તેથી ઓછું થતું હોય, તો આવી પ્રાસંગિક બક્ષિસને કરમુક્ત ગણવામાં આવે છે.

2026-27થી આ મર્યાદા વધારીને રૂ.15,000 કરવાનો પ્રસ્તાવ છે, જેને લક્ષમાં રાખતા કર્મચારીને વધારાની આવકવેરા બચતનો લાભ મળી શકશે.

કરમુક્ત ગણાતી કૉમ્પ્યુટર કે લેપટોપના ઉપયોગની સુવિધા

માલિક દ્વારા કર્મચારીને કોમ્પ્યુટર કે લેપટોપના ઉપયોગની આપવામાં આવેલી સવલતને કરમુક્ત ગણવાની પ્રવર્તમાન જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે.

કરમુક્ત ગણાતી મનોરંજનની સવલત

માલિક દ્વારા તેના કર્મચારીઓને સામૂહિક સ્વરૂપે પૂરી પાડવામાં આવતી મનોરંજનની સવલત (recreational facilities for a group of employees)ને કરમુક્ત ગણવાની પ્રવર્તમાન જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે.

કર્મચારીઓના તાલીમ ખર્ચ સંબંધી કરમુક્તિ

માલિક દ્વારા તેના કર્મચારીઓની તાલીમ માટે ચૂકવવામાં આવતા લોજિંગ-બોર્ડિંગ સહિતના તમામ ખર્ચને કરમુક્ત સવલત ગણ ગણવાની પ્રવર્તમાન જોગવાઈ ચાલુ રાખવામાં આવી છે.

વ્યાજમુક્ત કે રાહતકારક દરે લોન

જો માલિક દ્વારા કર્મચારીને કે તેના કુટુંબના કોઈ સભ્યને વ્યાજમુક્ત કે રાહતકારક દરે લોન (concessional or interest free loan)ની સુવિધા આપવામાં આવી હોય, તો આવી લોનના સંદર્ભમાં સવલતનું મૂલ્ય, સંબંધિત નાણાકીય વર્ષની શરૂઆતમાં સ્ટેટ બૅન્ક ઑફ્ ઈન્ડિયા દ્વારા આવા જ હેતુસર અપાતી લોન ઉપર વ્યાજનો જે દર નિર્ધારિત કરવામાં આવ્યો હોય તેના આધારે, લોનની મહત્તમ માસિક બાકી રકમ ઉપર (on the maximum outstanding monthly balance), આવી લોન ઉપર કોઈ વ્યાજ ચૂકવવામાં આવ્યું હોય તો તેને ઘટાડીને, લેવામાં આવશે. ઉપરોક્ત હેતુસર State Bank of India¿Ýâ Website ƒ https//sbi.co.in/web/business/information/interest-rates-perquisite-calculation ઉપર આ સંબધી યોગ્ય માહિતી મેળવી શકાશે.

ઉપરોક્ત સંદર્ભમાં કરાયેલ વિશેષ અપવાદ અનુસાર, આવકવેરા હેઠળ નિર્દિષ્ટ રોગો (જેવા કે કેન્સર, ટી.બી., એઈડ્ઝ વગેરે)ની તબીબી સારવાર માટે રૂ. બે લાખથી ઓછી રકમની લોન સંબંધી અપાયેલી સવલતનું કોઈ મૂલ્ય નહીં ગણાય. જો કે તબીબી સારવાર માટેની ઉપરોક્ત લોન સંબંધી કરમુક્તિની ગણતરીના સંદર્ભમાં, કર્મચારીને કોઈ મેડિકલ ઇન્શ્યુરન્સ સ્કીમ હેઠળ લોનની પુનઃચૂકવણી કરવામાં આવી હોય, તો તેને લક્ષમાં લેવામાં આવશે નહીં.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો